વડા પ્રધાન મોદીએ 9 વાગ્યે ને નવ મિનિટે દીપ પ્રગટવાની આ બીજી અપીલને સમગ્ર ગુજરાતીઓએ વધાવી લીધી હતી. 9 વાગ્યા પહેલાં જ લોકોએ પોતાની ઘરની લાઈટ બંધ કરીને હાથમાં દીવા અને ટોર્ચ સહિત ઉમટી પડ્યા હતા. આ સમય દરમિયાન લોકોએ ભારત માતાની જયનાં નારા પણ લગાવ્યા હતા. તો અનેક લોકોએ ફટાકડાં ફોડ્યા હતા.
હમ નહી સુધરેંગે, લોકોએ ધાબા પર ટોળા વળીને ફટાકડા પણ ફોડ્યા હતા. ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવાં શહેરો તો ઠીક પણ ગામડાઓમાં પણ લોકોએ લાઈટ બંધ કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું. સીએમ રૂપાણી અને પીએમ મોદીની માતા હીરાબાએ પણ દીપ પ્રગટાવ્યો હતો.