કોરોના વાયરસ સામે લડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી અપીલને દેશના સવાસો કરોડ લોકોએ વધાવી લીધી હતી. વડાપ્રધાનની અપીલ પર કોરોના વાયરસને મ્હાત અપાવા આજે રાત્રે બરાબર 9 વાગ્યાના ટકોરે દેશ આખામાં લાઈટો બંધ થઈ ગઈ હતી અને લોકોએ ઘરમાં અને ઘરની બાલ્કનીઓમાં આવીને દિવડા, મિણબત્તી, ટોર્ચ તેમજ મોબાઈલની લાઈટ સળગાવીને 9 મીનીટ સુધી અંધકાર કરી દીધો હતો.
આમ કરીને દેશના લોકોએ કોરોનાની આ મહામારીમાં પણ દેશવાસીઓ એકજુથ હોવાનો સંદેશ પાઠવ્યો હતો. જોકે આ દરમિયાન કેટલીક ઠેકાણે ફટાકડા પણ ફૂટ્યા હતાં. તો શંખનાદ પણ થયો હતો. તો કેટલીક જગ્યાએ દેશભક્તિના ગીતો વગાડીને લોકોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ તો ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતાં.
વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલના રોજ સમગ્ર દેશવાસીઓને 9 વાગ્યે અને 9 મીનિટે પોતાના ઘરની લાઈટો બંધ કરી બાલ્કનીમાં આવી દીવડા, મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ અથવા ટોર્ચ ચાલુ કરવા આહ્વાન કર્યું હતું. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તમામનું જ્યોતિષમાં પણ અનેરુ મહત્વ છે.