છેલ્લા ગયા કેટલાય વર્ષો થી ભરૂચ નજીક નો નેશનલ હાઇવે ટ્રાફિક ના કારણે અવાર નવાર ચર્ચા માં આવતો હતો ..૧૦ કી.મી સુધી બ્રિજ ઉપર ટ્રાફિક ના કારણે લોકો વાહનો લઇ અટવાયેલા નજરે પડતા હતા ..જેના કારણે કરોડો રૂપિયા ના ઇંધર નું રોજ નુકસાન થતું હોવાનું પણ સમાચારો ના માધ્યમો થકી જાણવા મળતું હતું ……
ટ્રાફિક ના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર અને દેશ ના અન્ય ભાગો માંથી ટ્રાવેલિંગ કરતા લોકો માં માથા ના દુખાવા સમાન ભરૂચ નર્મદા નદી ઉપર નો સરદાર બ્રિજ નો ટ્રાફિક બન્યો હતો…અમદાવાદ થી મુંબઇ અને વડોદરા થી સુરત વચ્ચે જાણે કે સમય નું મહત્વ ખોરવાઈ ગયું હોય તેમ લોકો માટે મુશ્કીલીઓ ભર્યું હતું…..
ભરૂચ નજીક નવનિર્માણ પામનાર અને તારીખ ૭ મીના રોજ ભરૂચ ની ધરા ઉપર પધારી દેશ ના વડાપ્રધાન નરેદ્ર મોદી ના હસ્તે બ્રિજ ને ખુલ્લું મુકવા માં આવશે ત્યારે ગુજરાત ની જનતા માં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી ને વર્ષો સુધી ટ્રાફિક ના કારણે દેશ માં બદનામી મેળવનાર ભરૂચી ઓ માં એક અનેરો ઉત્સાહી ભર્યું માહોલ છવાયો છે …
કેબલ બ્રિજ ના કારણે ઉદ્યોગો ના ટ્રાન્સપોટ ને ઘણો ફાયદો થશે સાથે સાથે કોલજ કે સ્કુલ આવતા વિદ્યાર્થીઓ ને જે પહેલા ટ્રાફિક ના કારણે મુશ્કીલીઓ નો સામનો કરવો પડતો હતો .તેમાંથી મુક્તિ મળશે સાથે સાથે ભરૂચ માં આવતા લોકો માં પણ આકર્ષણ નું કેદ્ર બનશે આ કેબલ બ્રિજ..કેટલાક લોકો પાસે થી બ્રિજ મામલે જાણવા નો પ્રયાસ કરવા માં આવતા લોકો એ ઉત્સાહ ભર્યા માહોલ માં તેઓ ના મંતવ્ય જણાવ્યા હતા .