Bharuch: ભરૂચ શહેર દહેજ બાયપાસ રોડ ઉપર “મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન” નામની વિઝા કન્સલ્ટન્સીની ઓફીસ ચાલુ કરી ગ્રાહકોને વિદેશમાં નોકરી, વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી અપાવવાની લાલચ આપી.
Bharuch: ખોટા COS લેટર તથા અન્ય દસ્તાવેજો બનાવી વિદેશ વાચ્છુકો પાસેથી સાડા ત્રણ કરોડથી વધુની વિશ્વાસઘાત છેતરપીંડીં કરનાર મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓને ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી બનાવેલ ઓફીસમાં યુ.કે. કેનેડા તથા અન્ય દેશોમાં નોકરી, પરમેનન્ટ રેસીડન્સ તથા રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકો પાસેથી રૂપીયા પડાવવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ રચી નોકરીની લાલચ અને વિશ્વાસ આપી, ૩૫ થી વધુ વ્યક્તિઓ પાસેથી સાડા ત્રણ કરોડથી વધુની રકમનો વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી.
આ ગુનામાં મુખ્ય સુત્રધાર ભાવીન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંતભાઇ કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ હતા.
જેથી પો.સ.ઈ. ડી.એ. તુવર એલ.સી.બી., ભરૂચનાઓની ટીમ દ્વારા આ બંને આરોપીઓનું પગેરુ શોધી કાઢવા હ્યુમન સોસં અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધર્યું હતું. આ દરમ્યાન હકીકત મળેલ કે ભરૂચ તથા આસપાસના જિલ્લાઓના વિદેશ જવા માંગતા વ્યક્તિઓ સાથે સાડા ત્રણ કરોડથી વધુ રકમનું વિઝા ફોડ કરનાર ભાવીન પરમાર તથા ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે.
જે મુજબની હકીકત આધારે એલ.સી.બી. ટીમને રાજકોટ ખાતે તપાસમાં મોકલી અને રાજકોટ ખાતે તપાસમાં ગયેલી ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાંચ દિવસ ફ્રેમ્પ રાખી, સ્થાનિક રહીશો મુજબના વેશ ધારણ કરી, આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી પાડી ભરૂચ એલ.સી.બી. કચેરી ખાતે લઇ આવી બંને આરોપીઓને વિઝા ફ્રોડના ગુનામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ પો.સ.ઈ. ડી.એ. તુવર એલ.સી બી ભરૂચનાઓ ચલાવી રહ્યા છે.
અઝહર પઠાન ભરૂચ