ભારતમાં ઉત્પાદીત થતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના માટેનો ઈલાજ બની શકે છે. અમેરિકા માને છે કે, હાઇડ્રોક્સીક્લારોક્વીન કોરોનાથી બચાવી શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ભારતને HCQ… નો ઓર્ડર રીલીઝ કરવા કહ્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. ભારતનો ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ ઉધ્યોગ વિશ્વમાં કેટલી મજબુતાઇ પકડી ચૂક્યો છે તે જોવા મળ્યું છે. ફાર્માસ્યુટીકલ કંપનીઓનો શેર્સ તેજીની દિશામાં છે
હાઇડ્રોક્સીક્લોરોક્વીન હકીકતે ચમત્કાર કરી શકે છે. ચીનના કેટલાક પેરંતમાં તેનો ઉપયોગ થયો છે. અમેરિકા માને છે કે HCQ અસરકારક નિવડી શકે છે. ભારતમાં અનેક કંપનીઓ આ ડ્રગ બનાવે છે. HCQ… બનાવવા માટે એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીયન્ટની જરૂર પડે છે. ભારત તે ચીન પાસેથી મંગાવે છે. ટેકનીકલી તે બલ્ક ડ્રગ્સ તરીકે ઓળખાય છે. જેનેરીક ડ્રગ્સ વિશ્વને સપ્લાય કરવામાં ભારત મોખરે છે પણ બલ્ક ડ્રગ્સ માટે ચીન પર આધાર રાખવો પડે છે.
ભારતની ડ્રગ્સ અને ફાર્માસ્યુટીકલ કંપનીઓ વર્ષે દહાડે 19 અબજ ડોલરની નિકાસ કરે છે. જ્યારે અમેરિકા ભારતની કંપનીઓ પાસે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની માંગણી કરી ત્યારે લોકો એ સમજી લેવું જોઇએ કે ભારતની ડ્રગ્સ કંપનીઓ કેટલી પાવરફૂલ છે. ભારતે અગમચેતી વાપરીને હાઇડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. પહેલીવાર એવું થયું છે કે જે ડ્રગ્સની વિદેશમાં મોટા પાયે જરુરીયાત હોય તેની નિકાસ પર પ્રતિબંધ મુકાયો છે.