કોરોના ની સ્થિતિ વધુ વિકટ બની રહી છે અને કેટલાક વિસ્તારોમાં હજુ નહિવત અસર છે ત્યારે હાલના ચાલતા લોકડાઉન ની મુદ્દત કેસો ના આધારે નક્કી થાય તેવું મનાય રહ્યું છે.
રાજ્યમાં છેલ્લા ચાર દીવસથી વધી રહેલા કોરોના પોઝિટિવના કેસો અને અન્ય વિસ્તારોમાં ફેલાતા જતા કેસો થી તંત્ર ચિંતાગ્રસ્ત છે ત્યારે આગામી ચારેક દિવસ માં શુ સ્થિતિ રહે છે તેના આધારે લોકડાઉન અંગે આખરી નિર્ણય લેવાય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા દરેક કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે.
હાલ માં સરકાર લોકડાઉન અંગે જે વિચારણા ચાલી રહી છે તેમાં
ગુજરાતના સંક્રમિત અને હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ સાથે લોકડાઉન ની મુદ્દત વધી શકે છે જ્યારે જ્યાં કોરાના ના કેસો નથી ત્યાં વિસ્તારમાં કેટલીક શરતો ને આધીન લોકડાઉન ખોલવામાં આવી શકે. જ્યાં ખુલે ત્યાંના લોકો એ જ વિસ્તારમાં રહે અને બીજા વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી શકે તેમ છે.
આ ઉપરાંત બીજા ઉકેલ માં એવું પણ કરી શકે છે કે, જે જિલ્લામાં છેલ્લા 14 દીવસમાં એક પણ કેસ નોંધાયો નથી ત્યાં લોકડાઉન ખોલવામાં આવે, એટલે સરકાર લોકડાઉન મામલે જિલ્લા મુજબ કે હોટસ્પોટ વિસ્તાર મુજબ લોકડાઉન વધારવુ કે ખોલવું તે અંગે નિર્ણય લઈ શકશે અને જ્યાં કોરોના ના કેસો વધે ત્યાં લોક ડાઉન 15 દિવસ વધારવામાં આવી શકે તેવી વાત ચાલી રહી છે એટલે કે
ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસો વધવા લાગે અને અલગ અલગ વિસ્તારમાં લોકો વધુ સંક્રમિત થાય તો લોકડાઉનમાં બીજા 15 દિવસનો વધારો પણ કરવામાં આવી શકે તમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આમ રાજ્ય માં કોરોના થી પ્રભાવિત વિસ્તારમાં લોકડાઉન વધવાની શકયતા છે અને જ્યાં પ્રભાવ ઓછો છે તેવા વિસ્તારમાં લોકડાઉન ખુલે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.
