મહારાષ્ટ્રને કોરોનાએ ભરખી લીધું ચે. અહિંયા 1018 લોકો કોરનાથી પોઝેટીવ છે. ત્યારે રાજયમાં અત્યાર સુધી 64 લોકોના મૃત્યુ પણ કોરોનાના કારણે થઇ ચુકયા છે, ફકત મુંબઇની અંદર જ 642 કેસ છે, ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 150 નવા કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મૃત્યુ થયા છે,
ત્યારે રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકઝથી પરત ફરેલા 60 લોકોએ સરકારનો સંપર્ક નથી કર્યો અને તેમના મોબાઇલ પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે. ત્યારે તેમણે આ તમામને કડક સૂચના આપી છે કે તે તમામ લોકો પોતાના નજીકના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરે અને કવોરન્ટીન થઇ જાય, અને જો તેમ નહિં થાય તો તે તમામ વિરુદ્ધ સખત પોલીસ કાર્યવાહીના આદેશ આપ્યા છે.
સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે મંગળવારના રોજ 150 નવા કેસમાંથી મુંબઈમાં એકલા 116 કેસ આવ્યા છે. જ્યારે અન્યમાં જોઈએ તો, પુણેમાં 18, અહમદનગર, નાગપુર અને ઔરંગાબાદમાં 3-3, થાણે અને બુલ્ઢાણામાં 2-2 અને સતારા, રત્નાગીરી અને સાંગલીમાં 1-1 કેસ પોઝિટીવ આવ્યા છે.