કોરોના ની સ્થિતિ સુરત અને અમદાવાદ માં બેકાબુ બની રહી છે ત્યારે આખા દેશ માં આરોગ્ય વિભાગ માટે પડકારરૂપ કિસ્સો સુરત માં જોવા મળતા ભારે દેકારો મચી ગયો છે સુરત ના સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અહેસાન પઠાણ ને મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે.જોકે, તેઓને કોરોના ના કોઈ લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવવાનો આ પ્રથમ કિસ્સો ગુજરાત માં નોંધાતા ભારે સનસનાટી મચી ગઈ છે અગાઉ આવા કિસ્સા ચાઈના માં જોવા મળ્યા હતા
