સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે તેની સીધી અસર દામ્પત્ય જીવન પર પડી છે. ત્યારે 181 જે મહિલા હેલ્પ લાઈન નંબર છે. જે ખાસ કરીને 181 અભયમ મહિલાઓ માટે કાર્યરત છે. જેમાં હાલ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની તેમજ પડોસીઓના ઝગડાઓમાં સરેરાશ વધારો થયો છે.લોક ડાઉનની પકરિસ્થિતિમાં શહેરમાં ઘર કંકાસના રોજના 175 થી 200 કોલ અભ્યમને મળી રહ્યા છે.
હાલમાં વ્યસ્ત સિડ્યુલમાં દામ્પત્ય જીવનમાં એક બીજા સાથે સમય પ્રસાર કરવા મળતો નથી આજના આધુનિક યુગમાં પતિ પત્ની બંને જોબ કે પછી બિઝનેસ કરતા હોય છે. એવામાં લોક ડાઉન હોવાથી પતિ પત્ની બંને એક બીજાને સારો સમય આપી શકતા હોય છે. એવું આપણને લાગતું હોય છે. પરંતુ આ વાત તદ્દન ખોટી પુરવાર થઈ છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં રોજના ઘરકંકાશના 181 અભયમને 175 થઈ 200 કોલ મળી રહ્યા છે.