(નિલેશસિંહ ઝાલા)
ચાઇના ની ધરતી ઉપર દેખાયેલા અને ભારત સહિત સમગ્ર વિશ્વ માં ફેલાઈ ગયેલા ભયંકર ચેપીરોગ કોરોના વાયરસ ને લઈ ભારત માં જ્યારે PM મોદીજી એ લોક ડાઉન જાહેર કર્યું ત્યારે સંક્રમણ ખુબજ ઓછું હતું પરંતુ લોકડાઉન બાદ પણ જ્યારે કોરોના નો જે વ્યાપ વધ્યો તે જોતા એવું લાગે કે જો લોકડાઉન ન હોત તો અત્યાર ની સ્થિતિ શુ હોત ? હાલ જે કેસો જોવા મળે છે તેમાં પણ લોકલ ટ્રાન્સમિશન ના હોવાની વાત સામે આવી છે ત્યારે લોકો જો ખુલ્લેઆમ ફરતા હોય તો આંક ક્યાં પહોંચે તેની કલ્પના કરવી જ રહી, ખૈર અહીં વાત કરવી છે કોરોના યુદ્ધ માં એક યોદ્ધા ની જેમ ફરજ બજાવતા અધિકારીઓ ની કે જેઓ ખરેખર એક જંગ ખેલી રહ્યા છે જેમાં ડોકટર્સ , નર્સ ,સફાઈ કામદારો, પોલીસ , આર્મી, IAS અધિકારીઓ પ્રજા ને ઘર માં સેફ રાખી પોતે જંગ માં ઝંપલાવ્યું છે અને બધાજ પોતાનું યોગદાન આપી રહયા છે, ત્યારે વાત કરવી છે એક એવા મહિલા સનદી અધિકારી કે જેઓ સતત ટીવી અને મીડિયા સામે રાજ્ય માં કોરોના ની સ્થિતિ અને આગળ ના અપડેટ તેમજ લેવાયેલાં પગલાં અંગે ની માહિતી આપતા આપતા રહે છે,અને તે અધિકારી છે ગુજરાત ના આરોગ્ય વિભાગ ના અગ્ર સચિવ જયંતી રવિ કે જેઓ કોરના ની હાડમારી વચ્ચે આજે સતત 20 કલાક ઉપર કામ કરી રહ્યા છે અને આખા રાજ્ય ઉપર સતત નજર રાખી મોનેટરિંગ કરી રહ્યા છે હાલ તેઓ ખુબજ કાર્યરત અને બીઝી છે ગુજરાત માં કોરોના ની સ્થિતિ અને ઓછા સાધનો વચ્ચે પણ શું એક્શન લેવા તે અંગે પણ ગાઈડલાઈન આપી રહ્યા છે.
તેઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દી મદ્રાસ યુનિવર્સિટી બાદ હાવર્ડ યુનિ માંથી પીએચડી કરેલું છે IAS ગુજરાત કેડર ના મહિલા અધિકારી જયંતિ રવિ 2002 માં પંચમહાલ ખાતે કલેકટર હતા ત્યારબાદ તેઓ એ શિક્ષણ,ગ્રામવિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વ ના જવાબદાર વિભાગો માં પણ ફરજ બજાવી ચુક્યા છે, કર્મનિષ્ઠ અધિકારી અને કડક છાપ ધરાવતા જયંતિ રવિ બાહોશ અને પ્રામાણિક પરંતુ પ્રેમાળ અને લાગણીશીલ પણ એટલાજ છે અને દેશ વિદેશ ની 11 જેટલી ભાષાઓ ઉપર સારી એવી પક્કડ ધરાવે છે તેઓ એ સંસ્કૃત માં ઘણા પુસ્તકો પણ લખ્યા છે અને શ્લોક સહિત સારું ગાઈ પણ શકે છે અને કથક નૃત્ય માં પણ પારંગત છે જેઓએ પ્રાચીન મોટેરા સ્થિત સૂર્ય મંદિર ખાતે કથક કર્યું હતું જેઓ ભારતીય કલા અને સંકૃતિ ના ખૂબજ જાણકાર છે પોતાના પતિ રામગોપાલજી અને દીકરો અને દીકરી ના હર્યાભર્યા પરિવાર વચ્ચે સુખી જીવન વિતાવી રહ્યા છે પરંતુ આજે દેશ ઉપર આવી પડેલી કોરોના જેવી વિપદા સમયે તેઓ બધુજ ભૂલી સતત કોરોના ને હરાવવા અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતત સંપર્ક માં રહી તેઓનો જુસ્સો વધારી રહ્યા છે અને આખા ગુજરાત ની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. ત્યારે તેઓ જો દેશવાસીઓ માટે આટલું કરી રહ્યા હોય તો આપણે પણ લોકડાઉન નો અને સરકારી ગાઈડલાઈન નો અમલ કરવો જોઈએ અને તોજ આ કોરોના જંગ સામે લડી શકાશે.