ગુજરાતે કેન્દ્ર સમક્ષ હાથ લંબાવ્યો, જાણો કોરોના સંક્રમણ રોકવા શું માગ્યું?
ગાંધીનગર– કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અનેલોકડાઉનનો ચુસ્ત અમલ એ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે તેવું કેન્દ્રીયઆરોગ્ય મંત્રીએ કહ્યું છે, જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદની સોલાહોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે ટેસ્ટીંગ લેબોરેટરીની મંજૂરી આપવા રજૂઆત કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણનેઅટકાવવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે રાજ્ય સરકારોએ લીધેલાં પગલાં અંગેવિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી.
ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા થઇ રહેલકામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યો જે રીતે દિન–રાત સતત મહેનત કરી રહ્યા છે અનેકોઈપણ પ્રકારની કસર છોડતા નથી તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણનેઅટકાવવા ચોક્કસ સફળતા મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનોચુસ્ત અમલ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે. એટલે તેમણે દેશવાસીઓનેસોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સાથે સાથે દેશના તમામ જિલ્લાઓમાં કોવિડ–૧૯ માટેની અલાયદી હોસ્પિટલો સત્વરે કાર્યરતકરીને નોમીનેટ કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણનેઅટકાવવા માટે લીધેલાં પગલાંઓ અને કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યનાચાર મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે કૉવિડ –૧૯ની ડેડીકેટેડહોસ્પિટલ કાર્યરત થઇ છે. જેમાં ૨૨૦૦ બેડની સુવિધા છે.
એ જ રીતે અન્ય ૨૫ સરકારી અને ૩૧ ખાનગી હોસ્પિટલો મળી કુલ ૫૬ હોસ્પિટલોને કૉવિડ–૧૯ની સારવાર માટે આરક્ષિત કરવામાં આવી છે. જેમાં ૬૨૦૦ બેડ મળી રાજ્યમાં હાલ કુલ૮૪૦૦ બેડની ઉપલબ્ધી કરાવવામાં આવી છે. ગંભીર દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં ૧૪૩૮અને ખાનગી સંસ્થાઓમાં ૧૭૦૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવનાવધુ કેસ જોવા મળ્યા છે તે વિસ્તારમાં ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટની સઘન હાથ ધરાઇ છે.
આ વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન નિર્ધારિત કરીને સઘન સર્વેલન્સની કામગીરીહાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના ૫૩ ક્લસ્ટરમાં ૩,૯૦,૨૦૭ વસ્તીનું સર્વેલન્સ કરાયુંછે. તે પૈકી ૨૦૧૨ સેમ્પલ લેતા તેમાંથી ૭૩ પોઝિટિવ કેસ મળ્યા છે.
દિલ્હી તબલીગી જમાતમાંથી ગુજરાતમાં આવેલા લોકોના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસોનુંપ્રમાણ છેલ્લા બે દિવસથી વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ અંગેના ટેસ્ટિંગનું પ્રમાણ વધારેસઘન બનાવવા અમદાવાદની સોલા હોસ્પિટલને કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સત્વરે મંજૂરીઆપવા પણ નાયબ મુખ્ય મંત્રીએ રજુઆત કરી હતી.
રાજ્યમાં હાલ ૭ સરકારી અને ૪ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. તે જરીતે રેપિડ ટેસ્ટિંગ માટે પણ રેપિડ એન્ટી બોડી કીટ પણ ગુજરાતને સત્વરે પૂરી પાડવા તેમણેજણાવ્યું હતું. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ – ૧૯ અંતર્ગત ૬૭૦૦થી વધુસેમ્પલ લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તે પૈકી ૩૦૮ કેસ પોઝિટિવ આવ્યા છે.