મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી આજે મહત્વની જાણકારી આપી હતી. અશ્વિની કુમારે કહ્યું હતું કે, હવે દરિયાખેડૂનો દરિયામાં ઉતરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. હવે તેઓ દરિયો ખેડી શક્શે.
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન અંગે PM મોદી નિર્ણય લેશે. લોકડાઉન અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. હાલ 14મી એપ્રિલ સુધી લોકડાઉન અમલી રહેશે. માછીમારો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. માછીમારોને દરિયામાં જવાની છૂટ અપાઈ છે. આ સાથે જ માછલી, ઝીંગા પર હેરફેરનો પ્રતિબંધ હટાવાશે. ગંગા સ્વરૂપા બહેનોને વધારાની સહાય આપવામાં આવશે. 97474 BPL બહેનોને 1 હજાર વધારાની સહાય આપવામાં આવશે. ત્યાં જ નોન BPL 3.46 લાખ બહેનોને પણ લાભ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ફૂડ પેકેટનું રાજ્યમાં વિતરણ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન જરૂરી સેવા માટે 3 લાખથી વધુ પાસ ઈશ્યુ કરાયા છે.