અમદાવાદમાં જુહાપુરા સ્થિત ગુલાબનગરની ગલી પાસે કેટલાક ઈસમો એ વેજલપુર પોલીસ પર કરેલા પથ્થરમારા ના બનાવ માં 50 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 25 જેટલા ઈસમો ની ધરપકડ પણ કરી લીધી છે. ગતરોજ વેજલપુર પોલીસ જ્યારે લાઉડસ્પીકરથી ગુલાબનગર નજીક લોકડાઉનનું પાલન કરવા માટે અહીં ઉભેલા લોકો ને પોતાના ઘરમાં જવા સૂચના આપી રહી હતી, ત્યારે કૈયુમ પઠાણ, તેનો પુત્ર અને અન્ય વ્યક્તિએ બુમાબુમ કરી પોલીસ અહીં મોહલ્લામાં પણ બેસવા દેતી નથી.એમ કહી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 3 પોલીસકર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસે રાતે પેટ્રોલિંગ અને સર્ચ કરી 23 શખ્સની અટકાયત કરી લીધી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના પોલીસવડા આ ઘટના બાદ કડક પગલાં ભરવા પોલીસખાતા ને આદેશો આપ્યા છે અને કોરોના મામલે બાંધછોડ નહિ કરવા જણાવી દીધું છે.
