14મી પછી આ છૂટછાટ મળી શકે છે. સરકારનું ધ્યાન હવે હૉટસ્પોટ્સ પર છે. દેશને ત્રણ ઝોનમાં વહેંચાશે?
સ્કૂલ-કૉલેજો બંધ રહેશે,
અમુક વિસ્તારોમાં દારૂની દુકાનો શરૂ થશે,
30% ઉતારૂ સાથે એર, ટ્રેન અને મેટ્રો સેવા પણ શરૂ થશે,
ઓરેંજ ઝોનમાં મર્યાદિત જાહેર પરિવહન*
મોદીએ આજે મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં ટીમવર્ક પર ભાર મૂકતા કહ્યું કે સરકારનો અગાઉ ઉદ્દેશ ‘જાન હૈ તો જહાં હૈ” હતો અને હવે ‘જાન ભી, જહાં ભી’ છે. વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર કોરોનાના ચેપને રોકવા હૉટસ્પોટ્સ પર અને લૉકડાઉન ઉઠે એટલે અર્થતંત્રને શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સંકેતો મુજબ,
- કૃષિ, કેટલાંક ઉદ્યોગો અને બાંધકામ ઉદ્યોગને છૂટછાટો મળી શકે છે.
- સોમવારથી મંત્રાલયોને લૉકડાઉન બાદ અર્થતંત્ર કેવી રીતે શરૂ કરવું એની યોજના ઘડવા કહેવાયું છે.
- જો લૉકડાઉન લંબાશે તો કોવિડ-19ની ઓછી અસર છે એવા વિસ્તારોમાં નિયંત્રણો કૃષિ અને ઉદ્યોગ માટે હળવા કરાશે.
- એવુંય સૂચન છે કે દેશને ત્રણ ઝોન રેડ, ઓરેંજ અને ગ્રીનમાં કેસોની સંખ્યાના આધારે વહેંચવો.
- ઓરેંજ અને ગ્રીનમાં સામાજિક અંતર સાથે કેટલીક આર્થિક પ્રવૃત્તિ શરૂ થઈ શકે.
- સ્કૂલ-કૉલેજો બંધ રહેશે પણ નાના ઉદ્યોગો અને દારૂની દુકાન ખોલવાની છૂટ અપાય.
- રેડ ઝોનમાં કોઇ પ્રવૃત્તિ નહીં થાય.
- ઓરેંજ એટલે એવો ઝોન જ્યાં કેસો તો છે પણ વધ્યા નથી એમાં મર્યાદિત જાહેર પરિવહનની છૂટ આપવી.
- ગ્રીન એટલે એવા જ્યાં કોઇ કેસ નથી.
- ઘણા મુખ્યમંત્રીઓએ જોરદાર રજૂઆત કરી હોવાથી દારૂની દુકાનો ખોલવાની છૂટ અપાશે, ઘણા રાજ્યો માટે આવકનું મોટું સાધન પણ એ જ છે.
- જો ગ્રીન ઝોનમાં આવતા નાના અને મધ્યમ ઉદ્યોગોને કર્મચારીઓ માટે ઇન હાઉસ લૉજિંગની સુવિધા સાથે અને સામાજિક અંતરની શરત સાથે ચાલુ કરવા દેવાશે.
- અમુક સેક્ટરમાં 30% કે ઓછા પેસેન્જર્સ સાથે હવાઇ અને ટ્રેન સેવા શરૂ થઈ શકે. દિલ્હી જેવા શહેરોમાં 30% ઉતારુ સાથે મેટ્રો શરૂ થઈ શકે.