વડોદરા ના પાદરા તાલુકાના આંતિ ગામમાં કરીયાણાની દુકાન ચલાવતા વેપારી પાસે પહોંચી જઈ પાન મસાલા માં કાળા બજારી કરતા હોવાનો દમ મારી રૂપિયા 20 હજાર ની માંગ કરતા વેપારી એ નહિ આપતા ગલ્લામાંથી રૂ.3 હજારની લૂંટ કરવા બાબત ની ફરિયાદ બાદ પોલીસે 4 પત્રકારોની ધરપકડ કરતા ભારે ચકચાર મચી ગઇ છે. પાદરા પોલીસે એક કાર જપ્ત કરી હતી. જયારે એક પત્રકાર ભાગી છૂટવામાં સફળ થયો હતો.
વિગતો મુજબપાદરાના આંતિ ગામના સોકતભાઈ શાકભાજી અને અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે. સાંજે તેઓ ગામની એક મહિલા ગ્રાહક ને શાકભાજી આપતા હતા. ત્યારે એક કાર આવી હતી અને તેમાંથી 4 ઈસમો ઉતર્યા હતા જેઓ તેમની દુકાનમાં ઘૂસી આવીને પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી વડોદરા સત્યની શોધ નામના પ્રેસમાંથી આવતા હોવાનું જણાવી અને પાદરા પોલીસે અમને ગામડે ગામડે ચેકિંગ કરવાનું જણાવ્યું છે તેમ કહીને વેપારીને ધમકી આપી હતી. લોકડાઉન માં કદુકાન કેમ ખૂલ્લી રાખી છે અને બીડી અને પાન-પડીકીના કાળા બજાર કેમ કરો છો કહીને વેપારી પાસે 20 હજારની માગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ કહી એક ઇસમે વેપારીના ગલ્લામાંથી 3 હજાર લૂંટી લીધા હતા અને વેપારીનો ફોટો પણ પાડ્યો હતો. અન્ય એક વેપારીને ત્યાં પણ તેઓ ગયા હતા. આ અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને કારમાં ભાગવા જતા 4 પત્રકારોને ઝડપી લીધા હતા. જ
જ્યારે 1 પત્રકાર ભાગી છૂટ્યો હતો આ બાબતે ગ્રામજનો એપાદરા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને તોડપાણી માટે આવેલા પત્રકારો ને અટકાયત માં લીધા હતા
ઝડપાયેલા પત્રકારો માં (1) આરીફ બસીર મલેક ,શોભના નગર વાસના રોડ વડોદરા (2) હનીફમિયા રસુલમિયા શેખ, રે.રહે.રિઝવાન ટાવર, સનફાર્મ રોડ,વડોદરા, (3) આસિફ બસીર મલેક, રહે.શોભના નગર વાસના રોડ, વડોદરા, (4) બસીર હુસેન મલેક રહે.શોભના નગર, વાસણા રોડ, નો સમાવેશ થાય છે તથા ભાગી છૂટેલા યાસીન યુસુફ મલેક કાળી તલાવડી તાંદળજા, ની શોધખોળ હાથ ધરી છે. પાદરા પોલીસે ગુના ના કામે વપરાયેલી કાર પણ જપ્ત કરી હતી આ બનાવે અહીંના સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.
