અમદાવાદમાં કોરોનાના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે હવે લોકોને દારૂ વગર રહેવું અધરૂ થઈ ગયું છે. આવશ્યક ચીજવસ્તુઓના બહાને કેટલાક લોકો વાહનો ઉપર ખોટા સ્ટીકર લગાડીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે.
કાગડાપીઠ પોલીસે ગીતા મંદિર પાસેથી શાકભાજીની વાન લખેલા વાહન ચેકિંગ કરતા અંદરથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પણ દારૂ જોઈને ચોંકી ઉઠી હતી. જો કે પોલીસે ગાડી નંબરના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.