કોરોના વાયરસની મહામારી વચ્ચે કેટલાક અમેરિકી લોકો ભારતમાં ફસાયા છે, જો કે તેઓ ખુશ છે. આનું મુખ્ય કારણ છે અમેરિકામાં કોરોનાના વધતા કેસો. ગયા અઠવાડિયે ઑસ્ટ્રેલિયાએ પોતાના 444 લોકોને સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને ભારતથી એરલિફ્ટ કર્યા, પરંતુ ઘણા દેશોનાં લોકો ખાસ કરીને અમેરિકાનાં, પરત જવા ઇચ્છતા નથી.
બાકીની સરકારો માફક અમેરિકી સરકાર પણ બીજા દેશોમાં ફસાયેલા પોતાના નાગિરીકોને બહાર નીકાળી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવા 50 હજાર લોકોને નીકાળવાનો દાવો કર્યો છે. આ દરમિયાન અમેરિકી પ્રશાસને એ વાતની પુષ્ટિ કરી હતી કે અનેક નાગરિકોએ અત્યારે ભારતમાં રોકોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમેરિકાનાં જ એક અધિકારીએ ત્યાંની મીડિયાને જણાવ્યું કે લગભગ 24 હજાર અમેરિકી ભારતમાં છે.
લગભગ 800 લોકોને પુછવામાં આવ્યું કે શું તેઓ ફ્લાઇટથી અમેરિકા આવવા ઇચ્છે છે? તેના પર ફક્ત 10 લોકોએ જ હા કહ્યું હતુ. અમેરિકામાં અત્યાર સુધી દુનિયામાં સૌથી વધારે કોરોનાનાં કેસ સામે આવ્યા છે. અમેરિકામાં 5 લાખથી વધારે લોકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. આટલું જ નહીં, અહીં કોરોનાનાં કારણે 22 હજાર લોકોનાં મોત થયા છે.