ગુજરાતમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે આજ અમદાવાદમાં ઓઢવના કોંગ્રેસ મહામંત્રીને કોરોના પોઝેટીવ આવતા ખળભળાટ મચી ગયો છે, તેમની સાથે સંપર્કમાં આવેલા અન્ય 25 કોંગી કાર્યકર્તાઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉછાળો થતો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજે 10 વાગ્યે પીએં મોદી દેશને સંબોધન કરશે, જેમાં લોકડાઉનને લઈને મહત્વની જાહેરાતો થઈ શકે એવી સંભાવના છે.