કોરોના વાઈરસ ને આગળ વધતો અટકાવવા માટે પીએમ મોદીએ હવે 3 મે સુધી લોકડાઉનને વધારવામાં આવ્યુ છે. પીએમ મોદીની આ જાહેરાત પછી તરત જ ભારતીય રેલવેએ પણ તમામ પેસેન્જર અને મેલ એક્સપ્રેસ ટ્રેનને 3 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ સિવાય હવાઈ સેવા પણ 3 મે સુધી બંધ રહેશે. ત્યારે જે લોકોએ ટિકિટ બુક કરાવી છે, તેમને રિફન્ડ મળશે કે નહિ. તે અંગે સવાલો ઉભા થયા છે જો તમે ઈન્ટરનેટથી રેલવેની ટિકિટ બુક કરાવી હોય તો આપને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ આઈઆરસીટીસીએ જણાવ્યું હતું કે પેસેન્જરોએ ઈ-ટિકિટ રદ કરવાની અવશ્યકતા નથી. જો તમે ટિકિટને રદ કરો છો તો કદાચ તમને ઓછા પૈસા પણ મળી શકે. પેસેન્જર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ એ ટ્રેનો માટે ઈ-ટિકિટને રદ ન કરે, જેને રેલવેએ રદ કરી દીધી છે.
આઈઆરસીટીસીના જણાવ્યા મુજબ ઈ-ટિકિટના બુકિંગ માટે ઉપયોગમાં લેવામાં આવેલા ખાતામાં તેના બધા પૈસા મોકલવામાં આવશે. ટ્રેન રદ થવાના મામલામાં રેલવે દ્વારા કોઈ ચાર્જ કાપવામાં આવતો નથી.જો તમે કાઉન્ટરમાંથી રેલવે ટિકિટ લીધી હશે તો તમને 21 જૂન સુધી રિફન્ડ મળશે.આમ દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે સતત 43 દિવસ સુધી પેસેન્જર ટ્રેન નહીં ચાલે આમ કોરોના એ દેશ અને દુનિયા નું શિડયુલ બદલી નાખ્યું છે ત્યારે ભારત માં આવું પ્રથમવાર બન્યું છે.
