સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન લંબાવ્યા બાદ કેટલીક મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે
- શાળાઓ, કોચિંગ સેન્ટરો પણ બંધ રહેશે.
- ખેતી સબંધિત કામકાજ શરૂ રહેશે
- કાપણી સાથે જોડાયેલા મશીનો અને એક રાજ્યથી અન્ય રાજ્યમાં હેરફેર પર રોક નહીં રહે.
- પશુપાલન સાથે જોડાયેલી ગતિવિધિ અને ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.
- માછલી પાલનની સાથે જોડાયેલી બાબતો અને ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.
- દૂધ અને તેના ઉત્પાદનના પ્લાન્ટ અને તેમનો સપ્લાય ચાલુ રહેશે.
- પશુઓના ચારા અને રૉ મટિરિયલ સાથે જોડાયેલો તમામ સપ્લાય ચાલુ રહેશે.
- હેલ્થ સર્વિસ ચાલુ રહેશે.
- ખેતી સાથે જોડાયેલી તમામ સુવિધાઓ ચાલુ રહેશે.
- ખેડૂતો અને કૃષિ મજૂરોને હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા કામમાં મળશે છૂટ.
- કૃષિ ઉપકરણોની દુકાનો, તેમનું રિપેરિંગ અને સ્પેરપાર્ટ્સની દુકાનો ચાલુ રહેશે.
- ખાદ્ય, બીજ, કીટનાશકોનું નિર્માણ અને વિતરણની ગતિવિધિ ચાલુ રહેશે. આ પ્રકારની દુકાનો ચાલુ રહેશે.
- સડકનું કામકાજ અને નિર્માણને છૂટઆપવામાં આવશે.
- બેંક, એટીએમ ફરીથી કાર્યરત થશે.
- ઓનલાઈન ટીચિંગ અને ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહિત કરાશે.
- મનરેગાના કામમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કડક રીતે કરાશે અને તે કામને છૂટ આપવામાં આવી છે.
- મનરેગામાં સિંચાઈ અને વોટર કંઝર્વેશનની સાથે જોડાયેલા કામને પ્રાથમિકતા અપાઈ.
- ઈમરજન્સીની સ્થિતિમાં ફોર વીલરમાં ડ્રાઈવર સિવાય સિવાય એક વ્યક્તિ જઈ શકશે.
- દ્વિચક્રિય વાહનો પર એક વ્યક્તિ એટલે કે વાહન ચાલક જ જઈ શકે છે અને નિયમ તોડવા માટે દંડ પણ થશે.
- કોઈ વ્યક્તિ ક્વૉરન્ટાઈન કરાયા છે અને નિયમનું ઉલ્લંધન કરે છે તો આઈપીઈએસની કલમ 188ના આધારે કાર્યવાહી થશે.
- તેલ અને ગેસ સેક્ટરનું ઓપરેશન ચાલુ જ રહેશે. તેની સાથે ટ્રાન્સપોર્ટ, ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજની સાથે રિટેલનું કામકાજ પણ ચાલુ રહેશે.
- લગ્ન નહીં થાય, જીમ રહેશે બંધ
- હાલના સમયમાં પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે. રાજ્યોની સરહદો પણ સીલ રહેશે.
- બસ, મેટ્રો, હવા અને ટ્રેન મુસાફરી કરી શકશે નહીં.