કોરોના ને પગલે લાદી દેવાયેલા લોકડાઉન ને પગલે વતન નહિ જઈ શકનારા ને ભોજન સહિત ની વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારે લેતા કરોડો નું દાન મળી રહ્યું હોવા છતાં પણ વાસ્તવિકતા કઈક જુદી છે અને આવા ફસાઈ ગયેલાઓ ને કોઈ સરકાર ભોજન નહિ આપતી હોવાના અસંખ્ય દાખલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા એમ.એસ.યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓ લોકડાઉનના પગલે પોતાના વતન પર જઈ શક્યા નથી ત્યારે વિદ્યાર્થીઓ પાસે રૂપિયા પણ બચ્યા નથી તેમ છતાં પણ હોસ્ટેલની મેસમાં રૂપિયા લેવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશોની માનવતા મરી પરવારી હોય તે પ્રકારનો વ્યવહાર વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. અને ફસાઈ ગયેલાઓ ને સરકાર પણ ભોજન આપવા આવતી નથી તેના કરતાં તેઓ ને પોતાના વતન માં જવા દીધા હોત તો કદાચ ભૂખ્યા ન રહેત આવા તો ફસાઇ ગયેલા સેંકડો લોકો ની હાલત કઈક આવીજ છે ટીવી માં નેતાઓ નિવેદનો તો આપે છે પણ આવા લોકો માટે જમવાનું કેવી રીતે સેટ કરવું તેવું કોઈ પાસે આયોજન નથી લોકડાઉન માં ફસાયેલો આસામના વિદ્યાર્થી વૈભવ ઉપાધ્યાય મેસમાં જમવાનું લેવા ગયો હતો તેનું 76 રૂપિયાનું બિલ થયું હતું. પરંતુ વિદ્યાર્થી પાસે માત્ર 70 રૂપિયા હતા. 6 રૂપિયાના હોવાથી વિદ્યાર્થીને ભોજન આપવામાં આવ્યું ન હતું. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અત્યારે લોક ડાઉન છે. એટલે વતનથી તેના પિતા રૂપિયા મોકલી શકતા નથી. હોસ્ટેલમાં દરેક વિદ્યાર્થીની આ જ પરિસ્થિતિ છે.તેઓ મજબૂરી થી ફસાઈ ગયા છે. પરંતુ તેઓને જમાડવાની જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશોની છે. પરંતુ તે જવાબદારી નિભાવવામાં આવી રહી નથી. રોજના બે ટાઈમ જમવા ના ૮૦ રૂપિયા આપવા પડે છે અને અત્યારે તમામ વિદ્યાર્થીઓ પાસે પોતાના રૂપિયા પુરા થઈ ગયા છે. અને તેમના પરિવાર વાળા રૂપિયા મોકલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. કલકત્તાના વિદ્યાર્થી સૌરવ ચેટરજીએ જણાવ્યું હતું કે તમારે મેસનું ખાવું પડશે અને રૂપિયા આપવા પડશે તેવી વોર્ડન દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. યુજીએસએ પણ આ મુદ્દે સત્તાધીશોને રજૂઆત કરી વિદ્યાર્થીઓને લોકડાઉન દરમ્યાન માનવતા ખાતર ફ્રીમાં ભોજન આપવાની માગણી કરી છે આમ આવા તો વતન ની વાટ પકડેલા સેંકડો લોકો જ્યાં ત્યાં ફસાઈ ગયા છે જેઓ ને ભોજન ની મોટી તકલીફ હોવાની બુમરાણ ઉઠી છે ત્યારે સરકાર ની જાહેરાતો નો અમલ કરાવવાની જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થયો છે.
