દુનિયા આખી કોરોના વાયરસ સામે ઝઝુમી રહી છે ત્યારે ભારત માટે મોટા રાહતના સમાચાર છે.ભારતમાં 1 એપ્રિલથી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ વધવાના દરમાં 40%નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.
લગ અગ્રવાલે જાણકારી આપી હતી કે, અત્યાર સુધીમાં 1749 કોરોના સંક્રમિત લોકો સાજા થઈ ગયા છે. રૈપિડ ટેસ્ટ માટે 5 લાખ કિટ રાજ્યોને મોકલવામાં આવી રહી છે. 1 એપ્રિલથી અત્યાર સુધીમાં સંક્રમણ વધવાના પ્રમાણમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં રૈપિડ ટેસ્ટિંગ કિટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેપિડ ટેસ્ટિંગ કિટમાં 30 મીનીટ જ રિપોર્ટ સામે આવી જશે. મે સુધીમાં 10 લાખ સ્વદેશી રૈપિડ ટેસ્ટિંગ કિટ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત કોરોનાનું સંક્રમણ રોકવામાં વધારે સફળ રહ્યો છે.