(નિલેશસિંહ ઝાલા)
કોરોના જેવા ખતરનાક વાયરસે ભારત ને પણ ઝપેટ માં લીધું છે અને હાલ દેશ લોકડાઉન સ્થિતિ માં છે, રોજ નવા સરકારી અપડેટ્સ આવે છે અને પ્રેસ ના માધ્યમ થી લોકો સુધી પહોંચે છે હજુસુધી કોઈ વેકસીન ઉપલબ્ધ નહિ હોવાથી આ રોગ ક્યાં સુધી રંઝાડતો રહેશે તે કઈ નક્કી નથી પરંતુ આ બધા વચ્ચે વાત કરવી છે જાન ના જોખમે તંત્રવાહકો અધિકારીઓ , ડોકટર ,પોલીસ સાથે રહી ને સવાર થી સાંજ સુધી ધગશ પુર્વક કામ કરતા પત્રકાર ની કે જેઓ માટે સરકારે કઈ વિચાર્યું જ નથી ત્યારે ખુબજ નવાઈ લાગે છે કે શામાટે એક નજીવી આવક સાથે માત્ર દેશ માટે સમાજ માટે કંઈક કરવાની ભાવના ના શોખ માટે સેવા કરી રહેલા પત્રકાર ને નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે.પત્રકાર ને કોરોના નો ચેપ ન લાગે તે માટે શુ કાળજી રાખવી તે દર્શાવતી સરકારે એક જાહેરાત બનાવી છે અને બસ આ જાહેરાત બનાવી ને પોતાની ફરજ પુરી કરી દીધી છે પરંતુ અન્ય સરકારી કર્મચારીઓ ,અધિકારીઓ ને કઈ થાય તો સહાય વગરે જાહેરાતો કરી પણ પત્રકાર ને કઈ થાય તો કઈ નહિ તેવી મનોવૃત્તિ સાથે સિફત પુર્વક હાંસિયા બહાર ધકેલી દેવાયો છે અને પત્રકાર ને કઈ થાય તો તેનો જવાબદાર પોતે એવું વલણ સ્પષ્ટ થઇ રહ્યુ છે ત્યારે સવાલ થાય કે શા માટે પત્રકાર માટે કોઇ વિશેષ કાયદા કે વિશેષ સુરક્ષા આપવામાં આવતી નથી તે સમજાતું નથી. કોરોના માં ન કરે નારાયણ અને પત્રકાર ને કઈ થઈ જાય તો પ્રેસ કે ચેનલ નો માલિક તેના પરિવાર માટે કઈ કરે તે વાત માં દમ નથી બધાય માલિકો સરખા હોતા નથી કારણ કે મલિક જ માંડ જાહેરાતો શોધતા હોય તે પત્રકાર ના પરિવાર ને શુ આપવાના ? તે વાત બધાજ પત્રકાર જાણે છે. ત્યારે પત્રકાર ના પરિવાર માટે સરકાર શુ કરી શકે તે પ્રશ્ન અધ્ધરતાલ છે અને આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. વાસ્તવિકતા તો એ છેકે કોઇપણ સરકાર હોય તેઓ માત્ર મોટી ચેનલ અને અખબારો ના માલિકો સાથે સબંધો ધરાવતા હોવાથી પત્રકાર નું કોઈ મૂલ્ય નથી ,પત્રકારે ખાલી જ્યાં મોકલે ત્યાં જવાનું અને કહે તેટલું લખવાનું માત્ર તે એક સંદેશા વાહક થી વધુ કઇજ નથી અને જે આપે તે લઈ સરકાર તરફી કે વિરુદ્ધ માં જેવા સંજોગ તે સ્થિતિ ને ધ્યાને લઇ માત્ર લખવાનું હોય છે લોકશાહીના ચાર સ્તંભમાં એક સ્તંભ પત્રકારત્વ છે, પણ આ વાત નું અહીં કોઈ મૂલ્ય નથી પત્રકાર નીડર , નિષ્પક્ષ અને કોઈપણ રાજકીય પક્ષ તેના માટે મહત્વ નો નથી હોતો માત્ર દેશ ના હિત માં અને જનતા ના હિત માં લખવાનું હોય છે,પ્રકાશિત કરવાનું હોય છે તે કોઈપણ સરકાર ને ઝાટકી શકે છે. વિશ્વના પત્રકારત્વમાં બીબીસીનું નામ જેતે સમયે ખૂબજ વિશ્વાસ પૂર્વક લેવામાં આવતું હતુ આ મીડિયા ને ચલાવવા મતલબ બ્રીટીશ બ્રોડકાસ્ટીંગ સર્વિસને ચલાવવા માટે બ્રીટનની સરકાર પૈસા આપે છે અને છતાં બીબીસીએ અનેક વખત બ્રીટનની સરકારની પણ ટીકા કરી છે અને તેમની વિરૂધ્ધ પણ સમાચાર પ્રસારિત કર્યા છે. આવુ આપણા દેશમાં આઝાદી વખત થી શકય નથી. પ્રસારભારતીનો કાયદો આવ્યો, પણ હજી દુરદર્શન કે આકાશાવાણી કેન્દ્ર સરકારની ટીકા કરી શકે તેવી માનસીક સ્વાયત્તા સરકાર આપતી નથી અને તેમાં કામ કરતા પત્રકારો અથવા અધિકારીઓ તેવી સ્વાયત્તા લેવા પણ માગતા નથી. પત્રકારનું કામ જ લડવાનું છે, અને તેમાં પણ બીજાના અધિકારો માટે, પણ ક્રમશઃ તેણે લડવાનું છોડી દીધુ છે, જે માલિકો છે તે પૈકી ઘણા તો પત્રકાર પણ નથી અને તેમને પત્રકારત્વ સાથે કોઈ લેવાદેવા નથી, જે કોઈ અમીર વ્યકિત કોઈ બિઝનેસ શરૂ કરે તે રીતે ટીવી અને અખબાર શરૂ કર્યા હોવાના દાખલા છે આવી ફોજ ઘણીજ મોટી છે.
પત્રકારોએ બીજાની માટે અને પોતાની માટે લડવુ પડશે કારણ લાચાર પત્રકાર સમાજ તો ઠીક પણ પોતાના પરિવારને પણ મદદ કરવાને લાયક હોતો નથી ત્યારે સરકારે પણ બંધનોમાંથી પત્રકારત્વને મુકત રાખવું પડશે કારણ સમયના ચક્રને ફરતા સમય લાગતો નથી સરકારો બદલતી રહશે અધિકારીઓ બદલતા રહેશે પરંતુ વર્ષો થી સમાજ માટે દેશ માટે સંઘર્ષ કરતો પત્રકાર નવા રૂપ માં પેદા થતો જ રહેશે ત્યારે તે પણ એક સૈનિક છે કોઈપણ સરકાર હોય તેઓ એ તેની નોંધ લેવીજ પડશે અને તેના અગણિત યોગદાન ધ્યાને લઇ કોરોના ના જંગ માટે લડી રહેલા પત્રકારો માટે કઈ વિચારવું તે પ્રથમ નૈતિક ફરજ છે.