સુરત માટે માઠા સમાચાર આવી રહ્યા છે સુરતમાં વધુ 45 પોઝીટીવ કેસ સામે આવ્યા છે સાથેજ કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 194 ઉપર પહોંચી છે.
સૌથી વધુ લીંબાયત ઝોનમાં 82 કેસ નોંધાયા છે સેન્ટ્રલ ઝોનમાં 34 કેસ અને વરાછા એ ઝોનમાં 34 કેસ પોઝીટીવ કેસ નોંધાયા છેઅત્યાર સુધીમાં સાત લોકોના મોત ના મોત થઈ ચૂક્યા છે. વિગતો મુજબ નવા કેસ સામે આવતાં શહેર અને જિલ્લામાંકુલ 194 દર્દી પોઝિટિવ નોંધાયા છે. છે. શહેર ના ભેસ્તાન, માનદરવાજા, યોગીચોક અને લંબે હનુમાન રોડ વિસ્તારમાંથી નવા કેસ મળ્યા છે સુરત માં કોરોના ની સ્થિતિ વિકટ જણાતા શહેરમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. આજે 36 વર્ષિય મહિલા અને એક આધેડનું સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન મોત થયું છે.
શહેરમાં કોરોનાના કારણે 24 કલાકમાં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં તબસ્સુમ અબ્દુલ્લા શેખ (ઉ.વ.આ.36)નું મોત થયું છે. તબસ્સુમ નામની મહિલા હાઈપરટેન્શનથી પણ પીડાતા હતાં. બીજું મોત જલાલ કરીમ ઘીયા(ઉ.વ.આ.65)નું થયું છે. બન્ને મોત નવી સિવિલ હોસ્પિટલમાં થયાં છે. જેથી કોવીડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે તેમની અંતિમ ક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
રિંગરોડ નજીક આવેલા માન દરવાજા ટેનામેન્ટ તંત્ર માટે પડકાર રૂપ બન્યો છે. ટેનામેન્ટની એક જ બિલ્ડીંગમાંથી 55 જેટલા કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આ વિસ્તારમાં હાલ કર્ફ્યુની સ્થિતિ છે. સુરત માં કોરોના ના દર્દીઓ ની સંખ્યા માં વધારો થતાં તંત્ર રાતદિવસ કામે લાગ્યું છે અને લોકોને સહયોગ માટે અપીલ કરી રહ્યું છે.
