ચાઈના ના લેબ માંથી ભૂલ થી લીકેજ થયેલા કોરોના જેવા ઘાતક વાયરસે દુનિયાભર માં દોઢ લાખથી વધુ લોકો નો ભોગ લીધો છે. ત્યારે કોરોના વાઇરસ અંગે હવે અમેરિકી ચેનલ ફોક્સ ન્યૂઝે કરેલા મજબૂત દાવા માં જણાવ્યું છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કામ કરનારી એક ઇન્ટર્નથી ભૂલમાં વાઇરસ લીક થઇ ગયો હતો. આ અહેવાલ જોયાબાદ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આખા મામલાની તપાસ કરાવવાની વાત કરી છે. ચેનલે જણાવ્યું કે ભલે કોરોના વાઇરસ પ્રાકૃતિક હોય, પરંતુ વુહાનની વાયરોલોજી લેબથી જ નીકળ્યો છે અને લેબ દ્વારા સુરક્ષા નિયમોનું પાલન નહીં કરવાને કારણે એક ઇન્ટર્ન સંક્રમિત થઇ ગઇ. તેના સંપર્કમાં આવી તેનો બોયફ્રેન્ડ સંક્રમિત થયો અને પછી આ વાઇરસ વેટ માર્કેટ પહોંચી ગયો હતો વાઇરસ ચામાચીડિયાથી મનુષ્યોમાં આવ્યો હોવાની વાત ફેલાઇ હતી પરંતુ તેનો પ્રથમ શિકાર લેબમાં લેબમાં કામ કરતી ઇન્ટર્ન હતી અને આ વાઇરસને લેબની બહાર ફેલાવવાના કારણે સૌથી પહેલાં પોતે સંક્રમિત થઇ ગઇ હતી. બીજી તરફ
ચાઈના એ દુનિયા સમક્ષ પોતાનું પાપ છુપાવવા શિફત પૂર્વક વુહાનની વેટ માર્કેટને વાઇરસ ફેલાવવા નું સ્થળ હોવાનું જણાવાયું હતું પરંતુ હકીકત માં આ માર્કેટમાં ક્યારેય ચામાચીડિયા વેચાયા જ નથી. લેબમાંથી વાઇરસ નીકળવાની વાત છુપાવવા માટે ચીને આ માર્કેટને કસૂરવાર ઠેરવી છે. વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ચાઈના ની વાઇરસ સંક્રમણ સ્ટ્રેન રાખવા, રિસર્ચ, પરીક્ષણની વૈશ્વિક પ્રયોગશાળા છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ વુહાન વાયરોલોજી લેબમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવા અંગે ચીનમાં અમેરિકી દૂતાવાસના અધિકારીઓએ બે વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી. ગૃહ વિભાગે ટ્રેઇન્ડ ટેક્નિશિયનોની અછત અંગે પણ ચેતવણી આપી હતી. અને તેની સામે ગંભીરતા નહિ દાખવવા માં આવતા તેની સજા હવે દુનિયાના 184 દેશ ભોગવી રહ્યા છે
અમેરિકા એ દાવાની વિસ્તૃત તપાસ કરાવી રહ્યું છે કે વાઇરસ ક્યાંથી લીક થયો ? ગુપ્તચર એજન્સીઓ પણ લેબ અને વાઇરસના પ્રારંભિક પ્રકોપ અંગે માહિતી મેળવી રહી છે. ટ્રમ્પે કહ્યું કે આ મામલે અમે તેની વિસ્તૃત તપાસ કરી રહ્યા છીએ. લાગે છે કે તેમાં થોડી તો વાસ્તવિક્તા છે. બીજી તરફ આ બાબતે પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે આ માટે પૂરતા પુરાવા ની જરૂર છે જે હજુ સ્પષ્ટ થયા નથી અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સે 2004માં વુહાનમાં જૈવસક્રિયતા સ્તર-4 સાથે સંકળાયેલા રોગો અંગે એક રિસર્ચ લેબ સ્થાપિત કરવા માટે ચીનની સાથે એક સમજૂતિ કરી હતી. તેના અંગે ફ્રાન્સના તત્કાલિન વિદેશમંત્રી મિશેલ બાર્નિયરે હસ્તાક્ષર કર્યા હતા.
આમ વુહાન ની આ લેબ કોરોના ના જન્મ સ્થળ તરીકે જોવામાં આવી રહી છે અને એક દિવસ એવો પણ આવશે કે બધુજ સ્પષ્ટ થઈ જશે પરંતુ મહત્વ ની વાત તો એ છે કે ચાઈના ની આ વિવાદાસ્પદ લેબ માત્ર ચાઈના જ નહીં પરંતુ ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશો પણ આડકતરી રીતે જોડાયેલા હોવાથી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ નું વલણ અખત્યાર કરી રહ્યા છે અને આ બધા એજ અકુદરતી અખતરા કરી ને દુનિયા ને વિનાશ તરફ ધકેલી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
