અમેરિકા , ફ્રાન્સ સહિત ના દેશો ની ભાગીદારી થી ચીન ના વુહાન લેબ માં ચાલતા જીવાણુ અખતરા ને લઈ માનવી ને હાથ ના કર્યા હૈયે વાગી રહ્યા છે અને હવે દુનિયા ના દેશો ચાઈના સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને હવે અમેરિકામાં પણ લોકો માં આક્રોશ ઉઠી રહ્યો છે અને લેબ માં પૂરતી સુરક્ષા ન જાળવી કોરોના લીકેજ કરનાર ચાઈના ના પાપ નો ઘડો ગમે ત્યારે ફૂટે તેમ મનાઈ રહ્યું છે ત્યારે ટ્રમ્પે કહ્યું કે અમને ખબર પડી ગઈ છે કે આ દેશ વાયરસ માટે જવાબદાર છે. જો તેવું છે, તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ટ્રમ્પે કહ્યું કે, ચીન ની લેબ માં વાયરસ લીકેજ થયા બાદ રોકી શકાય તેમ હતો. તેવું બન્યું નહોતું અને હવે આખું વિશ્વ તેના કારણે પીડાઈ રહ્યું છે. વિશ્વમાં અત્યાર સુધીમાં એક લાખ 60 હજારથી વધુ મૃત્યુ થઇ ચુક્યા છે અમેરિકામાં 39 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. સાત લાખ 38 હજાર સંક્રમિત છે. શનિવારે એક જ દિવસમાં 1,867 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે સંક્ર્મણના 29 હજાર 57 કેસ મળ્યાં હતાં.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એવા સમાચાર પર ધ્યાન આપી રહ્યું છે કે જેમાં કોરોનાવાયરસ ચીનના શહેર વુહાનની પ્રયોગશાળામાંથી ઉત્પન્ન થયો હોવાનો દાવો કરાયો છે. ચીન કહે છે કે અમે આની તપાસ કરી રહ્યા છીએ. ચાલો જોઈએ કે તેની તપાસમાં શું બહાર આવે છે. અમે આની પણ તપાસ કરી રહ્યા છીએ. ચીને કોરોના વિશે ચર્ચા કરવી જોઈએ
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પણ શનિવારે ચીન પર કોરોના સંબંધિત જાણકારી સંતાડવાનો આરોપ લગાવ્યો હતો. માઈકે કહ્યું કે, ચીને કોરોના વિશે આખી દુનિયા સાથે વાત કરવી જોઈએ. ચીન કહે છે કે તે સહયોગ કરશે. તો એ આવું કરવા માંગે છે તો તેણે દુનિયા અને દુનિયાભરના વૈજ્ઞાનિકોને કહેવું જોઈએ કે સંક્ર્મણ કેવી રીતે ચાલુ થયું અને દુનિયામાં કઈ રીતે ફેલાયું. જો ચીનમાં લોકશાહી સરકાર હોત, તો આવી માહિતી છુપાઇ ન હોત. પરંતુ ચાઈના વાત છુપાવી ને આખી દુનિયા ની પથારી ફેરવી નાખી છે.ત્યારે હવે ધીરેધીરે દુનિયાભર ના લોકો કોરોના ના જવાબદાર દેશ ને યોગ્ય દંડ કરવાની ફેવર કરી રહ્યા છે.
