દેશમાં કોરોના વાયરસના સંકટને દૂર કરવા માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે સરકારે કહ્યું કે લોકડાઉન દરમિયાન બિન-જરૂરી સામાનની ઓનલાઇન ડિલીવરી થશે નહીં. લોકડાઉનના કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ પર પણ બ્રેક લાગેલી છે.
લૉકડાઉન લાગૂ કરવા પર સરકારે જરૂરી સામાનની પૂર્તિ કરવાની વાત કહી હતી. લોકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલ્લી છે. જ્યારે બીજી તરફ જરૂરી સામાનની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે. જોકે આ વચ્ચે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યા છે કે ઇ-કોમર્સ કંપનીઓ દ્રારા લોકડાઉન દરમિયાન બિન-જરૂરી સામાનની સપ્લાય પર રોક રહેશે.