કોરોના વાઇરસ સમગ્ર દુનિયા માં હાહાકાર મચાવી રહ્યો છે અને તેની કોઈ રસી હજુ ઉપલબ્ધ નથી તેનાથી બચવા લોકોને વારંવાર હાથ ધોવા સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા માટે જણાવાય રહ્યું છે ત્યારે પાકિસ્તાન માં કોરોના માટે કંઈક જુદીજ વાત લાગુ પડી રહી છે. પાકિસ્તાનના મંત્રી કોરોના વાઈરસથી બચવા અહીં ના લોકો ને પોતાના અંદાજ માં ચેતવી રહ્યા છે ,પાકિસ્તાન ઇર્ન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગના સ્પેશિયલ અસિસ્ટન્ટ ડો. ફિરદોઝ આશિક અવન પોતાના પાકિસ્તાની દેશવાસીઓને પગનું ધ્યાન રાખવાનું કહ્યું છે, કારણ કે તેમને લાગે છે કે કોરોના વાઇરસ પગથી શરીરમાં ઘૂસે છે. પાકિસ્તાનની પત્રકાર નાઈલ ઇનાયતે મંત્રીની સ્પીચનો આ વીડિયો શેર કર્યો છે. સ્પીચમાં તેઓ બોલી રહ્યા છે, કોરોના વાઈરસથી બચવા માટે ખાલી ફેસ માસ્ક પહેરવું જરૂરી નથી. આખા શરીર અને પગનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આ વાઈરસ નીચે એટલે કે પગમાંથી શરીરમાં આવી શકે છે. આ વીડિયોને 24 કલાકમાં 78 હજાર વ્યક્તિઓ એ જોઈ લીધો છે. યુઝર્સ પીએમ ઇમરાન ખાનના આ મંત્રીની સૂઝબૂઝની મજાક ઉડાવી રહ્યા છે. કોરોના અંગે પાકિસ્તાની મંત્રીઓ ની આવી જાણકારી જોઈ અન્ય દેશ ના લોકો પણ આ મંત્રીઓ ની અજ્ઞાનતા ઉપર હસી રહ્યા છે.
