Video: ધ્રુજારી છૂટી જાય તેવો વીડિયો: ચાલતી ટ્રેનમાં શ્વાનને ચઢાવવા જતા માલિકની ગંભીર ભૂલ, ટ્રેન નીચે ફેંકાયો મૂંગો જીવ
સોશિયલ મીડિયા પર અવારનવાર જોખમી મુસાફરીના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં વાયરલ થઈ રહેલો એક જૂનો વીડિયો ફરી એકવાર નેટીઝન્સના આક્રોશનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિની ઉતાવળ અને બેદરકારીને કારણે તેનો પાલતુ શ્વાન મોતની નજીક પહોંચી ગયો હતો. ચાલતી ટ્રેનમાં શ્વાનને ચઢાવવાના પ્રયાસમાં થયેલી એક ચૂકને કારણે મૂંગો જીવ સીધો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
વાયરલ થઈ રહેલી ૨૦ સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પ્લેટફોર્મ પર તેના પાલતુ શ્વાન સાથે ઉભો છે. ટ્રેને ગતિ પકડવાનું શરૂ કર્યું ત્યારે તે વ્યક્તિએ ઉતાવળમાં શ્વાનને ખેંચીને ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. પ્લેટફોર્મ અને ટ્રેનના પગથિયાં (પાયદાન) સુધી પહોંચતા જ માલિકનો પગ લપસ્યો અને તેના હાથમાંથી શ્વાનનો પટ્ટો છૂટી ગયો.
ક્ષણભરના આ અકસ્માતમાં, શ્વાન સીધો પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની ખતરનાક જગ્યામાં જઈ પડ્યો અને જોતજોતામાં ટ્રેનના પૈડાં નીચે આવી ગયો. આ દ્રશ્ય જોઈને આસપાસના મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
इस आदमी ने इस बेचारे कुत्ते की जान ले ली।
बताओ चलती ट्रेन में य़ह कुत्ते को लेकर चढ़ रहा था और कुत्ते नीचे जा गिरा आदमी बचा भी नहीं पाया।
शायद ट्रेन के नीचे आकर कट गया। pic.twitter.com/m4uidXOcmv
— Adv Deepak Babu (@dbabuadvocate) February 16, 2026
સોશિયલ મીડિયા પર લોકોનો ભારે રોષ
એક્સ (X) પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને છે. ઘણા યુઝર્સે ટિપ્પણી કરતા લખ્યું કે, “પોતાની મૂર્ખામીને કારણે કોઈ નિર્દોષ જીવને જોખમમાં મૂકવો એ ગુનો છે.” લોકો આ માલિક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. નેટીઝન્સનું કહેવું છે કે જો ટ્રેન છૂટી ગઈ હોત તો બીજી મળી શકી હોત, પરંતુ આ પ્રકારનું જોખમ લેવું જરાય યોગ્ય નથી.
શું શ્વાનનો જીવ બચી શક્યો?
સદનસીબે, આ ઘટનામાં એક સુખદ અંત આવ્યો હતો. ઝાંસી રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં શ્વાનનું મૃત્યુ થયું નહોતું. ટ્રેનને સમયસર રોકી દેવામાં આવી હતી અને રેલવે સ્ટાફ તેમજ મુસાફરોની મદદથી શ્વાનને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, આ ભયાનક અકસ્માતમાં શ્વાનને કેટલીક ઇજાઓ જરૂર પહોંચી હતી, પરંતુ તેની સ્થિતિ હવે જોખમ બહાર છે.