ખાનગી એરલાઇન્સ કંપનીઓએ 4મે થી ટિકિટના એડવાન્સ બુકિંગ માટે શરુ કર્યા છે, જે મુદ્દે DGCA એરલાઇન્સ કંપનીઓને નિર્દેશ આપતા કોઇપણ પ્રકારની ફ્લાઇટ બુકિંગ પર રોક લગાવી દીધી છે. DGCA એરલાઇન્સ કંપનીઓને નોટીસ આપી છે કે, કેન્દ્ર સરકારના નિર્દેશો પછી જ એડવાન્સ બુકિંગ શરુ કરવી.
DGCAએ રવિવારે એક સર્ક્યુલર જારી કરી કહ્યુ છે કે, તમામ એરલાઇન્સ કંપનીઓને નિર્દેશ આપવામાં આવે છે કે ટિકિટ બુકિંગ પર રોક લગાવે. આ માટે સરકાર તરફથી જરુરી સમય અને નોટિસ આપવામાં આવશે.
25 માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉનના પહેલા તબક્કામાં જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશન ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. પરંતુ વધતા કેસોને જોતા લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યુ. આ દરમિયાન એર ઇન્ડિયા સહિત ઘણી ખાનગી કંપનીઓએ એડવાન્સ બુકિંગ શરુ કર્યુ હતું. જેને સરકારે બંધ કરવાના આદેશ આપ્યા છે.