દેશ માં કોરોના ની સ્થિતિ જોઈએ તેટલી સારી નથી અને 20 એપ્રિલ થી સીટી બહાર થોડી છૂટછાટ ની વાત વચ્ચે કેરળે પીએમ ની અપીલ ની ઐસીતૈસી કરી મોટાભાગ નું લોકડાઉન ખોલવાની ચેષ્ટા કરતા દેશભરમાં માં ભારે ચકચાર મચી ગઈ છે ,હાલ દેશભરમાં 3 મે સુધી ચાલુ લોકડાઉન વચ્ચે 20 એપ્રિલ એટલે કે સોમવારથીકોરોના ચેપ ફેલાતો ન હોયતેવા વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી રાહત ખરી પરંતુ ત્યાં પણ 3 મે સુધી ટ્રેન, બસો અને ફ્લાઇટ્સ શરૂ થશે નહીં. એટલે કે 100 કરોડની વસ્તી 3 મે સુધી ક્યાંય મુસાફરી કરી શકશે નહિ. હાલમાં દેશના 170 જિલ્લાઓ હોટસ્પોટ્સ એટલે કે રેડ ઝોન છે. 6 મેટ્રો શહેરો – દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ પણ શામેલ છે. 207 જિલ્લાઓને નોન-હોટસ્પોટ એટલે કે વ્હાઇટ ઝોન અને 359 ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ દરમિયાન કેરળ સરકારે રેસ્ટોરન્ટ, બુક શોપ, હેરકટિંગ સલૂન ખોલવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત આજથી રાજ્યમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા પણ લાગુ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટૂંકા અંતરનાં શહેરો વચ્ચે બસ સેવા પણ શરૂ થશે. કેન્દ્ર સરકારે આ અંગે વાંધો ઉઠાવ્યો છે. ગૃહમંત્રાલયે પિનરઈવિજયન સરકારના આ નિર્ણયને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કેરળમાં 401 લોકો કોરોના સંક્રમિત છે.આ પગલું દેશના વડાપ્રધાન ની અપીલ વિરુદ્ધ નું હોય દેશભર માં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
