દેશ માં કોરોના યુદ્ધ ચાલી રહ્યું છે અને દેશવાસીઓ પરેશાન છે ત્યારે રાતદિવસ પોલીસ , ડોકટર , ફરજ બજાવી રહ્યા છે ત્યારે ટિકટોકના કારણે સસ્પેન્ડ થયેલાપોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી એ ફરી એકવાર પોલીસ ની ડ્યુટી જોઈન કરી લીધી છે, કોરોના વાઇરસની મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવવા અલ્પિતા ચૌધરી હાજર થઇ ગયા છે. મહેસાણા જિલ્લા પોલીસ તરફથી તેઓને હાજર થવા સૂચના આપવામાં આવતા તેઓ આજે ફરજ પર હાજર થયા છે. આ તકે અલ્પિતાએ જણાવ્યું હતું હાલ કોરોના જંગ માં ડિપાર્ટમેન્ટને મારી જરૂર છે અને તેને સાથ હું નહિ આપું તો કોણ આપશે જેથી આજે મને હાજર થવાની જાણ કરતા હું કડી પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થવા માટે આવી છું. સસ્પેન્ડ થયા બાદ મારા નવા કેરિયર પર કોઈ અસર નહિ પડે હું પોલીસ તરીકેની મારી ફરજ બજાવીશ સાથે ડિપાર્ટમેન્ટની મંજૂરી લઈ અને મારુ કેરિયર આગળ વધારીશ.
પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક વીડિયો બનાવવા બદલ સસ્પેન્ડ થયા હતા
ગત વર્ષે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અલ્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક બનાવ્યો હતો.જેના કારણે dysp મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. જેના પછી તેઓને ગુજરાતી ગીતોના આલબમમાં કામ શરૂ કર્યું હતું અને હિટ થઈ ગયા હતા. આજે ફરી એકવાર તેઓ ફરજ પર હાજર થઈ અને આ મહામારી સામે લડવા તૈયાર થઈ ગયા છે. આમ તેઓની ફરજનિષ્ઠ કામગીરી ને લઈ તેમના ચાહકો માં પણ તેઓ વધુ લોકપ્રિય બની ગયા છે.
