વલસાડ પંથક માં ચોવીસ કલાક માં જ કોરોના ના ત્રણ કેસો અને તે પૈકી એક નું મોત થતા વલસાડ જિલ્લા નું તંત્ર હરકત માં આવી ગયું છે અને કોરોના ને આગળ વધતો અટકાવવા માટે તાત્કાલિક એક્શન લીધા છે જિલ્લા કલેકટર ખરસાણ દ્વારા કોરોના પ્રભાવિત ડુંગરી અને ધરમપુર વિસ્તાર માં ઝોન નક્કી કરી કડક લોકડાઉન નો અમલ કરાવવા માટે તાકીદ નો નિર્ણય કરી અવર જવર ઉપર પ્રતિબંધ ના આદેશો જારી કર્યા છે. કલેકટર કચેરી ના સત્તાવાર સૂત્રો ના જણાવ્યા પ્રમાણે વલસાડ ના ડુંગરી વિસ્તાર માં 7 કિમી ની ત્રિજ્યા માં આવતા ગામો ધરાસણા,રોલા, સોનવાડા,ઉમરસાડી,જેસપર, શંકર તળાવ, ક્લસ્ટર કંટાઇમેન્ટ ઝોન અને છરવાડા ,દાંતી,ઉટડી ,માલવણ
,કકવાડી,જગાલાલા ભદેલી,વાસણ,ચીખલા, ધમદાચી, કુંડી,તીધરા, પંચલાઈ, ધનોરી,ગોરગામ,કેવડા,પાલણ,કેવડા, ભાગડાવડા,ગુંદલાવ,લીલાપોર, હનુમાન ભાગડા વગરે ગામો ને બફર ઝોન માં સમાવિષ્ટ કરી સીલ કરાયા છે , જ્યાં ક્લસ્ટર એરિયા છે ત્યાં હોમ ડિલિવરી અપાશે.
જ્યારે ધરમપૂર ના અસુરા, કરંજવેલી,બિલપુડી,શેરીમાળ, મોહન ગઢ,માલનપડા અને ધરમપૂર સિટી વિસ્તાર ને કલસ્ટર ઝોન અને બામટી, ભાભા , દુલસાડ,ખારવેલ, બારોલીયા, બરૂમાળ અને લુહેરી ગામો ને બફરઝોન સમાવિષ્ટ કરી 8 વાગ્યા થી 11 વાગ્યા સુધી મુક્તિ બાદ લોકડાઉન નું પાલન અને એકજ માર્ગ ખુલ્લો રાખવા આદેશ આપ્યા છે આમ હવે વલસાડ માં ચુસ્ત લોકડાઉન નો અમલ કરાવવા તંત્ર સાબધુ બન્યું છે
