Video: રુંવાડા ઉભા કરી દે તેવો વીડિયો: મહાકાળી અને ભૈરવના આ રૌદ્ર સ્વરૂપે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, પરફોર્મન્સ જોઈને ભક્તો થયા નતમસ્ત
સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ સેંકડો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં એક એવું પરફોર્મન્સ ચર્ચામાં છે જેને જોઈને નેટીઝન્સ ભક્તિના ભાવમાં ડૂબી ગયા છે. મહાકાળી અને કાળ ભૈરવના દિવ્ય સ્વરૂપોને જીવંત કરતી એક નૃત્ય પ્રસ્તુતિએ ઇન્ટરનેટ પર ‘આધ્યાત્મિક લહેર’ પેદા કરી દીધી છે. માત્ર 54 સેકન્ડની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને શ્રદ્ધાપૂર્વક નિહાળી રહ્યા છે.
સાક્ષાત ઈશ્વરીય શક્તિનો અનુભવ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે કલાકારો મહાકાળી અને ભૈરવના વેશમાં જોવા મળી રહ્યા છે. આ કલાકારોએ એટલી જબરદસ્ત ઉર્જા અને રૌદ્ર ભાવ સાથે નૃત્ય કર્યું છે કે દર્શકો તેને માત્ર એક ડાન્સ પરફોર્મન્સ નહીં, પરંતુ સાક્ષાત ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર માની રહ્યા છે. મહાકાળીનું ઉગ્ર સ્વરૂપ અને ભૈરવની આક્રમકતા વચ્ચે જે સંતુલન બતાવવામાં આવ્યું છે, તેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે.
View this post on Instagram
તાદ્રશ્ય મેકઅપ અને વેશભૂષા
વીડિયોમાં કલાકારોની વેશભૂષા અને મેકઅપ એટલો સચોટ અને ભવ્ય છે કે તેઓ જાણે પૌરાણિક પાત્રોના પ્રતિરૂપ હોય તેવું લાગે છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ કોમેન્ટ સેક્શન ‘જય માતા દી’ અને ‘હર હર મહાદેવ’ જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું છે. ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે સ્ક્રીન દ્વારા પણ તેમને એક શક્તિશાળી ‘વાઈબ’ અને રુંવાડા ઉભા કરી દેતી ઉર્જા અનુભવાઈ રહી છે.
કરોડોમાં વ્યૂઝ અને લાખોમાં લાઈક્સ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @krishnendu.das નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં તેને 2.9 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 11 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. મહાકાળી જે કાળના વિનાશ અને શક્તિના પ્રતીક છે, અને ભૈરવ જે શિસ્તના દેવ છે—બંનેના આ સંગમે ‘અનિષ્ટ પર ઇષ્ટના વિજય’નો અદભૂત સંદેશ આપ્યો છે.