વલસાડ પંથક માં કોરોના ની સત્તાવાર એન્ટ્રી બાદ હવે લોકો માં એક દહેશત નો માહોલ ઉભો થઇ રહ્યો છે અને હવે ઘણા લોકો સ્વેચ્છાએ લોક ડાઉન નો અમલ કરવા માંડ્યા છે ત્યારે અહીં બનેલી એક અજીબોગરીબ ઘટના માં કોરોના માટે જિલ્લા લેવલ ની વાપી માં ઉભી કરાયેલી જનસેવા હોસ્પિટલ નો સ્ટાફ કોરોના નો ચેપ લાગવાની દહેશત ને લઈ ભાગી છૂટતાં હાલ કોરોના ની સ્થિતિ માં તંત્ર મુશ્કેલી માં મુકાઈ ગયું હતું.
ઉમરગામના દહેરીનો એક યુવાન કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તે દર્દીના સંપર્કમાં આવેલા 35 જેટલા લોકોને ટેસ્ટ કરાવવા વાપી જનસેવા હોસ્પિટલમાં લવાયા ત્યારે હોસ્પિટલના સ્ટાફ પૈકી કેટલોક સ્ટાફ કોરોનાથી ગભરાઈને સુમળી માં ત્યાંથી છટકી ગયા હતા.ઉમરગામના દહેરી ગામનો 30 વર્ષીય યુવાન સાગર માંગેલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાગરના સંપર્કમાં આવેલા 35 લોકોને વાપી જનસેવા હોસ્પિટલમાં ટેસ્ટ માટે ગતરોજ લવાયા ત્યારે આ ઘટના બની હતી.
આરોગ્ય વિભાગના સ્ટાફને આ હોસ્પિટલમાં કોરોનાના પ્રાથમિક ટેસ્ટની કામગીરી માટે ફરજ ઉપર મુકવામાં આવ્યો હતો. જયારે કોરોના સિવાય ના કેસો માટે પણ સ્ટાફ કામગીરી કરતો હતો. તે સ્ટાફ હોસ્પિટલમાંથી કોરોનાના ડરથી ભાગી ગયો હોવાની જાણ થતા હોસ્પિટલના સ્ટાફને સમજાવવા CDHO અનિલ પટેલ આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે વાપી દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી કેટલાક રવાના થઈ ચૂક્યા હતા અત્રે એ નોંધનીય છે કે વાપી સ્થિતઆ હોસ્પિટલમાં કોરોના આઇસોલેશન વોર્ડ શરૂ કરતા અગાઉ વલસાડ જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગ દ્વારા નર્સિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને સંભવિત સ્થિતિ અંગે અવગત કરાયા હતા પરંતુ તેમછતાં વાપી જનસેવા હોસ્પિટલમાંથી ચાલુ નોકરી છોડીને ઘરભેગા થઈ જતા આ મેટર આખા જિલ્લા માં ચર્ચા નું કેન્દ્ર બની હતી.
