પાકિસ્તાન અને તુર્કીની દોસ્તી સાઉદીને પડશે ભારે? અમેરિકા સાથેની આર્મ્સ ડીલ પર સંકટના વાદળો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

પાકિસ્તાન અને તુર્કી સાથેની મિત્રતા સાઉદીને પડી ભારે: હથિયારોની ડીલ મુદ્દે અમેરિકા લાલઘૂમ, રિયાધે લેવો પડ્યો ‘યુ-ટર્ન’

વૈશ્વિક રાજનીતિમાં સમીકરણો ક્યારે બદલાઈ જાય તે નક્કી હોતું નથી. સાઉદી અરેબિયા જ્યારે પાકિસ્તાન અને તુર્કી સાથે મળીને પોતાના સંરક્ષણ તંત્રને મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના આકરા વલણે રિયાધને વિચારવા પર મજબૂર કરી દીધું છે. પાકિસ્તાન પાસેથી ‘JF-17’ અને તુર્કી પાસેથી ‘કાન’ (KAAN) ફાઈટર જેટ ખરીદવાની સાઉદીની ગુપ્ત યોજના પર અમેરિકાએ સખત નારાજગી વ્યક્ત કરી છે, જેના કારણે હવે સાઉદી અરેબિયાએ આ ડીલમાંથી પીછેહઠ કરવી પડી છે.

કેમ નારાજ થયું અમેરિકા?

અમેરિકાની નારાજગી પાછળનું મુખ્ય કારણ ‘F-35’ ફાઈટર જેટની ડીલ છે. નવેમ્બર 2025માં સાઉદી અરેબિયાએ અમેરિકા સાથે અત્યંત ઘાતક ગણાતા 48 નંગ F-35 ફાઈટર જેટ ખરીદવા માટે કરાર કર્યા હતા. ‘મિડલ ઈસ્ટ આઈ’ ના અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓએ સાઉદીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેઓ પાકિસ્તાન કે તુર્કી પાસેથી વિમાન ખરીદશે, તો તેમને અમેરિકાના F-35 જેટ આપવામાં આવશે નહીં.

- Advertisement -

saudi.jpg

અમેરિકા ઈચ્છતું નથી કે F-35 જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ ચીન નિર્મિત (જેમ કે પાકિસ્તાનનું JF-17) કે અન્ય કોઈ દેશના ફાઈટર જેટનો ઉપયોગ કરે, કારણ કે તેનાથી ટેકનિકલ ડેટા ચોરી થવાનું જોખમ રહેલું છે.

- Advertisement -

નિષ્ણાતોનો મત: સાઉદીના કાફલામાં પાકિસ્તાની જેટની જરૂર નથી

ટ્રમ્પ પ્રશાસનના પૂર્વ વરિષ્ઠ સંરક્ષણ અધિકારી બિલાલ સહાબે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા પાસે પહેલેથી જ દુનિયાના સર્વશ્રેષ્ઠ F-15 વિમાનો અને યુરો ટાયફૂન છે. તેવામાં તુર્કી કે પાકિસ્તાનના વિમાનો તેમના સૈન્ય બેડામાં ફિટ બેસતા નથી. પાકિસ્તાનનું JF-17 ચીનની મદદથી બનેલું છે, જે અમેરિકા માટે મોટું જોખમ છે.

trump9.jpg

સાઉદી બેકફૂટ પર: ‘ઇસ્લામિક નાટો’ ના સપનાને ફટકો?

એવું માનવામાં આવતું હતું કે સાઉદી અરેબિયા આ હથિયારોની ખરીદી દ્વારા તુર્કી અને પાકિસ્તાન સાથે મળીને એક ‘ઇસ્લામિક નાટો’ બનાવવાની તૈયારીમાં હતું. જોકે, અમેરિકાની આંખ લાલ થતા જ સાઉદીએ આશ્વાસન આપ્યું છે કે રિયાધ અન્ય કોઈ દેશ પાસેથી હથિયારો ખરીદશે નહીં.

- Advertisement -

આ નિર્ણયની સીધી અસર સાઉદીના પાકિસ્તાન અને તુર્કી સાથેના સંબંધો પર પડશે. પાકિસ્તાને 2025માં સાઉદી સાથે સંરક્ષણ સમજૂતી કરી હતી, જેમાં તેણે સાઉદીને ન્યુક્લિયર સિક્યુરિટી (પરમાણુ સુરક્ષા) ની ગેરંટી આપી હતી. હવે સાઉદીના યુ-ટર્નથી પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યું છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.