થોડાક દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, 9 દિવસની સારવાર બાદ તેમનો બીજો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
થોડાક દિવસો પહેલા જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે તાત્કાલિક એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 દિવસની સારવાર બાદ આજે તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ચિંતા જોવા મળી રહી છે. જો કે, આગામી 25 અથવા 26 તારીખે કોરોનાનો તેમનો વધુ એક રિપોર્ટ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલથી ખેડાવાલા એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.