ગુજરાતમાં કોરોના વાયરસના નવા 135 કેસ સામે આવતાની સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2407 થઇ ગઇ છે. જ્યારે કોરોના વાયરસથી અત્યાર સુધી રાજ્યમાં 103 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1500ના પાર થઇ ગઇ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 135 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસથી 12 કલાકમાં 8 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 67 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 51, મહિસાગરમાં 9, છોટા ઉદેપુરમાં 4, આણંદમાં 2, બનાસકાંઠા-વડોદરામાં 1-1 કેસ સામે આવ્યા છે.
અમદાવાદના દાણીલીમડા, આસ્ટોડિયા, બહેરામપુરા, ઓઢવ,દુધેશ્વર, વસ્ત્રાલ, બાપુનગર, સરસપુર, નવા નરોડા, શાહઆલમ, નરોડા, ચાંદખેડા, કાલુપુર, મોટેરા, રખિયાલ, જુહાપુરા વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.