અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પોતાના દેશ ઉપર કોરોના વાયરસ નો હુમલો ગણાવ્યો છે. અમેરિકામાં હાલ 8.50 લાખ લોકો સંક્રમિત છે, જ્યારે 47 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. હિલ ન્યૂઝ વેબસાઇટ ના હવાલે થી મળતી ખબર મુજબ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાના બ્રીફિંગમાં કહ્યું કે આ એક હુમલો છે. કોરોના વાઇરસ કોઇ ફ્લૂ નથી. ક્યારેય પણ કોઇએ આવું કંઇ જોયું નથી. હજારો ડોલરના પ્રોત્સાહન પેકેજને કારણે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધવાના આંકડા અંગેના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે મહામારી સામેના જંગમાં હજારો અબજ ડોલર નાંખવા સિવાય પોતાની પાસે કોઇ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું. કોરોના વાઇરસ માટે તેઓ ઘણી વખત ચીન પર નિશાન સાધી ચૂક્યા છે. દરમિયાન ચીને કોરોના વાઇરસની તપાસ માટે અમેરિકી વિજ્ઞાનીઓને વુહાનની વાઈરોલોજી લેબ કે દેશના કોઇ પણ ભાગમાં જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ એક ન્યૂઝ ચેનલ પર તેનો ખુલાસો કર્યો.આમ અમેરિકા અને ચાઈના વચ્ચે ફરી એકવાર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
