વલસાડ જિલ્લા માં કોરોનાએ દેખા દીધા બાદ હવે નવા કેસો નો ઉમેરો થઈ રહ્યો છે ત્યારે વધુ એક નોંધાતા જિલ્લા નું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે ધરમપુર તાલુકા ના કેળવણી ખાતે વધુ એક મહિલા નો કોરોના પોઝીટીવ કેસ આવતા કુલ પાંચ કેસ થઈ ચૂક્યા છે, ઉમરગામ ના દહેરી બાદ ડુંગરી અને ત્યારબાદ ધરમપુર માં કોરોના ના કેસો દેખાયા છે જેમાં સૌથી વધુ કેસ ધરમપુર ના છે જ્યાં ત્રણ કેસ નોંધાયા છે જે પૈકી સુરત માં સારવાર દરમ્યાન એક યુવક નું મોત થયું હતું ત્યારબાદ ધરમપુર માં સગર્ભા મહિલા અને વધુ એક મહિલા નો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. આજે કોરોના પોઝીટીવ આવનાર મહિલા વંદનાબેન વસંત ભાઈ જાદવ ઉ.વ.32,રહે,પટેલ ફળિયું કેળવણી , હોવાનુ જાણવા મળ્યું છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી આજ વિસ્તારમાં ગતરોજ કોરીનાં પોઝીટીવ સગર્ભા મહિલા ના સંપર્ક માં આવવાથી ચેપગ્રસ્ત બન્યા છે પોતે આશા વર્કર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે તેમના પતિ અને પુત્રી ને કોરિન્ટીન કરવામાં આવ્યા છે.
