દુનિયાભરમાં કોરોના એ આતંક મચાવી રાખ્યો છે ત્યારે બેંક અને બીજા મેસેજ પ્લેટફોર્મ દ્વારા લોભામણા મેસેજ મોકલીને લોકોને બાટલા માં ઉતારી મામૂ બનાવવાનું ચાલુ થયું છે. આ દરમિયાન વોટ્સએપ સ્કેમ પણ સામે આવ્યું છે. જે ચોંકાવનારું છે.
સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોને ફ્રીમાં બિયર આપવાની ઓફર કરવામાં આવી રહી છે. આ મેસેજમાં લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વે ભરવા પર યૂઝર્સને હેનેકેન કંપની તરફથી ફ્રીમાં બિયરની 4 બોટલો આપવામાં આવશે બસ મફત માં અને તે પણ લોકડાઉન માં આવું મળતું હોય તો કોણ ન તૈયાર થાય બસ પછીતો બધા ધડાધડ પોતાના ડેટા આપી દે છે.
મેસેજ સાચો લાગે તે રીતે જે સ્કેમર્સ દ્વારા તેને બનાવવામાં આવ્યો છે. આવા મેસેજની અંદર તમને એક સર્વે પૂરો કરવાનું કહેવાશે. જ્યાં તમારે અંગત જાણકારી આપવી પડશે. જેવી તમે અંગત જાણકારી આપીને સર્વે સબમિટ કરશો તેના થોડા સમયમાં જ પર્સનલ ડેટા પર અટેક શરૂ થઈ જશે અને ખબર પડે તે પહેલા હેકર્સ તમારો ડેટા સાફ કરી ને લલ્લુ બનાવી ગયો હશે માટે સાવધ રહેવું. બીજી તરફ
હેનેકેન તરફથી પહેલા જ આ પુષ્ટિ કરવામાં આવી ચુકી છે કે કંપની દવારા આવો કોઈ સર્વે નથી કરાય રહ્યો કે નથી ફ્રી બોટલ આપી રહી અને તે ફેક છે. આવા અટેક્સને ફિશિંગ પણ કહેવામાં આવે છે. એટલે જ આવા કોઈ લલ્લુપંજુ મેસેજ આવે તો સમજી જવાનું કે નક્કી કોઈ મામૂ બનાવી રહ્યું છે અને તે બળદીયો આપણ ને લૂંટવાની ફિરાક માં છે તેથી તમે ઉલ્લુ બનતા અટકી જશો
