જ્યાં અનેક લોકો નાણાકીય લેવડદેવડ માટે આવતા હોય છે તેવી બેન્ક માં જો કોરોના પોઝીટીવ કર્મચારી હોય તો વિચારો કેટલા ને સંક્રમણ લાગ્યું હશે.
વાત છે અમદાવાદ ના ઘોડાસર બ્રાન્ચ ની બેન્ક ઓફ બરોડા ની શાખા માં કામ કરતા ચાર કર્મચારીઓ નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે જેને લઈ બેન્ક ના કર્મચારીઓ ના યુનિયન માં રોષ જોવા મળી રહ્યો છે અને રેડ ઝોન વિસ્તારમાં આવેલી બેન્ક ની શાખા બંધ કરવા માંગ કરી રહ્યા છે.મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઇય એસો દ્વારા કામગીરી સીમિત કરવા માંગ કરવામાં આવી રહી છે.
અમદાવાદ હાલ કોરોના થી ભયંકર રીતે પ્રભાવિત છે ત્યારે બેન્ક પણ સુરક્ષિત નથી અને એટીએમ પણ સુરક્ષિત નથી નાના શકભાજી કે અન્ય ફેરિયા દૂધવાળા પેટીએમ કે ઓનલાઈન નાણાં નહિ સ્વીકારતાં હોવાથી રોકડ માટે લોકો ને ન છૂટકે બેન્ક કે એટીએમ નો સહારો લેવો પડી રહ્યો છે
