અમદાવાદમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે અને સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. છેલ્લા 24 કલાકની સરખામણીમાં કેસની સંખ્યા વધી ગઈ છે હાલ કહી શકાય કે સરેરાશ દર કલાકે સાતથી વધુ લોકો કોરોના થી સંક્રમિત થઈ રહયા છે, અમદાવાદ શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો પણ બે હજારને પાર કરી ગયો છે.નવાઈ ની વાત તો એછે કે મોટાભાગ ના કેસો માં કોરોના ના કોઈ લક્ષણો નહિ હોવા છતાં કેસ પોઝીટીવ આવી રહ્યા છે અને હાલ 2003 કેસ થયા છે જયારે કુલ મૃત્યુની સંખ્યા 86 થઈ છે. અત્યાર સુધી 115 લોકોને રજા અપાઈ છે. એસવીપી અને એલ.જી તેમજ ખાનગી હોસ્પિટલના કુલ ત્રણ તબીબોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.ઉપરાંત 18 સુપર સ્પ્રેડર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે પૈકીના 16 શાકભાજી નું વેચાણ કરતા ફેરિયા જ છે , શાકભાજીની લારી ચલાવતી 20 વર્ષીય યુવતી પણ કોરોના પોઝીટીવ આવી છે. આ તમામ ને કોરોનાના લક્ષણો ન હતા પણ તેમના રિપોર્ટ પોઝેટિવ આવ્યા છે. 4 દિવસથી શહેરમાં મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો દ્વારા હાલ માં લોકોના સીધા સંપર્કમાં આવનારા જેવાકે શાકભાજી ફેરિયા, કિરાણા સ્ટોર્સ અને મેડિકલ સ્ટોર વગેરેના સેમ્પલ અને ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 500થી વધુ સેમ્પલ લેવાયા છે. 48 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મ્યુનિ.ની અલગ અલગ ફેસેલિટીમાં દાખલ કરાયા છે. મોટા ભાગના વ્યક્તિઓ માં એક પણ વ્યક્તિને કોરોનાના કોઈ પણ પ્રકારના સિવિયર લક્ષણો જોવા મળ્યા નથી. પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જે વાત અત્યંત ગંભીર જણાઈ રહી છે અને આજ સાયલન્ટ કોરોના વધુ સ્પ્રેડ થઈ રહ્યો છે જેને લઈ તંત્ર મુંજવણ અનુભવી રહ્યું છે.
