પાકિસ્તાન માં ગરીબી બેકારી ભરડો લઈ ગઈ છે અને દેવળિયું થઈ ગયું છે ત્યાં શિક્ષણ ને બદલે બાળકો નાનપણ થી જ કટ્ટરવાદી બનવાનું શિક્ષણ અપાઈ રહ્યું છે તેવા કોરોના થી પીડાતા પાકિસ્તાન ને હવે યુઘ્ધ કરવાની ખંજવાળ ઉપડી છે ભારત ના
સૌથી મોટા બે બંદર કંડલા અને મુન્દ્રા તથા જામનગર સ્થિત એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તરફ દુનિયાભરમાંથી આવતા જહાજોનો જે દરિયાઇ માર્ગ છે તે કવર થઇ જાય એટલી રેન્જ સાથે પાકિસ્તાને આજે ઉત્તર અરબ સાગરમાં એન્ટિ શિપ મિસાઇલના શ્રેણીબદ્ધ પરીક્ષણ કર્યા હતાં. આ મિસાઇલ જહાજ પરથી અને હેલિકોપ્ટર પરથી છોડવામાં આવ્યા હોવાનું મનાય છે. પાકિસ્તાન નૌસેનાના વડા ઝફર મહમૂદ અબ્બાસી પણ પરીક્ષણ સમયે હાજર રહ્યા હોવાના અહેવાલો છે આજે કોરોના ની સ્થિતિ માં વિશ્વ આખું એક પીડા માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે
પાકિસ્તાનનો કોલ્ડ વોરનો પ્રયાસ કરી તેની માનસિક છતી કરી દીધી છે.
કચ્છની દરિયાઇ સીમાએ અવારનવાર નાના મોટા છમકલાં કરતા રહેલા પાકિસ્તાને 200થી 500 કિમી સુધી માર કરી શકે એવી ક્ષમતા સાથેના એન્ટિ શિપ મિસાઇલ નું પરીક્ષણ કર્યું હતું. આ વાત કચ્છમાં સ્થિત સુરક્ષા એજન્સીઓ પણ જણાવી રહ્યા છે અને પાકિસ્તાને પણ એક નિવેદન તેમજ વિડીયો ફૂટેજ જારી કરીને સ્વીકારી છે. અરબ સાગરમાં પાકિસ્તાનના બદ ઇરાદા જગજાહેર છે. એન્ટિ શિપ મિસાઇલની રેન્જ જોવામાં આવે તો ગુજરાતમાં અરબ સાગરના કાંઠે આવેલા મોટાભાગના બંદરો અને કેટલાક મોટા ઔદ્યોગિક પ્લાન્ટ પણ તેની રેન્જમાં આવી જાય છે.હાલ ભારતે પોતાના સંરક્ષણ બજેટ માં કાપ મૂકી દેશ માં આવી પડેલી મહામારી માં તે મૂડી ની ઉપયોગ કરવા કટિબદ્ધ છે ત્યારે પાકિસ્તાન ને યુદ્ધ ની ચાનક ચડી છે.
