વિશ્વભરમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને કેસો નું પ્રમાણ વધી રહ્યું છે હાલ માં 29.21 હજાર કેસ નોંધાઇ ચુક્યા છે અને બે લાખ ત્રણ હજાર 289 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. 8.37 લાખ લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
એકલા અમેરિકામાં જ છેલ્લા 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા છે, અહીં મૃત્યુઆંક 54 હજાર 265 થયો છે. અમેરિકામાં 9 લાખ 60 હજાર 896 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. અહીં 52.79 લાખ લોકોનો ટેસ્ટ કરાયો છે.
બ્રિટનમાં મૃત્યુઆંક 20 હજારને પાર
કોરોના વાઈરસના કારણે 20 હજારના મૃત્યુઆંકને પાર કરનાર બ્રિટન પાંચમો દેશ બની ગયો છે. અમેરિકામાં 54 હજારથી વધારે લોકોએ, ઈટાલીમાં 26 હજારથી વધારે લોકોએ, સ્પેનમાં 23 હજાર લોકોએ, ફ્રાન્સમાં 22 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આર્જેન્ટિનાએ કોરોના સંબંધિત પ્રતિબંધો 10 મે સુધી લંબાવ્યા છે.અહીં 3,780 કેસ છે અને 185 મોત નોંધાયા છે. કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે અને સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે કોઈ વેકસીન કામ કરતી નથી અને લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આ વાયરસ માટે જવાબદાર મનાતા ચીન સામે વિશ્વભરમાં આક્રોશ છવાયો છે.
