(નિલેશસિંહ ઝાલા)
કોરોના વાયરસ નો કહેર દુનિયાભરમાં આફત બનીને ત્રાટક્યો હોઈ લોકડાઉન માં સમગ્ર દેશ સાથે સુરત ના રોડ પણ સુમસાન હતા વચ્ચે ક્યારેક પોલીસ ની લાઈટો ના ઝગારા મારતી ગાડીઓ નીકળતી હતી આ બધા વચ્ચે એક ચીંથરેહાલ હલત માં એક માત્ર 15 વર્ષ ની ‘માં’ પોતાના સવા વર્ષ ના બાળક ને લઈ નજીક ના પોલીસ મથક તરફ આગળ વધી રહી હતી તેની આંખો માં ન કોઈ સપના હતા ન તો જિંદગી જીવવાની કોઈ ખેવના આગળ શું થશે તે પણ ખબર ન હતી બસ લથડાતી ચાલે આગળ વધી રહી હતી તેની કાંખ માં રહેલું ભૂખ્યું બાળક વચ્ચે વચ્ચે રડતું હતું જેને સંભાળતી આ કિશોરી હવે નજીક ના મહિલા પોલીસ મથક સુધી પહોંચવામાં સફળ થઈ ચૂકી હતી મનમાં ડર હતો તો ક્યાંક ખુણા માં આશા પણ હતી અને હવે સાવ નજીક પહોંચી ત્યાંજ અવાજ આવ્યો કોણ છે ત્યાં ? કારણ કે કોરોના ના સંક્રમણ વચ્ચે કોઈ આ રીતે આવે તો નિયમો પાળવા દરેક ટેવાયેલા હતા અને તેજ માટે પોલીસ એલર્ટ હતી અને જ્યારે એ લોકો એ જોયું તો એક 15 વર્ષ ની કિશોરી નાના બાળક સાથે ઉભી હતી પોલીસે અહીં આવવાનું કારણ પૂછ્યું તો તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને તેની કહાની સાંભળી ખૂબ મહિલા પોલીસ સહિત ના સ્ટાફ ની આંખો માં આંસુ હતા !
વાત છે સુરત ના અડાજણ વિસ્તાર ની કે જ્યાં એક પરિવાર માં રહેતીએક બાળા પોતાના પરિવાર સાથે ખુશ હતી અને રમવામાં , અભ્યાસ માં સમય નીકળી જતો હતો પોતાની ઉંમર ની સહેલીઓ અને ફળીયા ના લોકો વચ્ચે એક સામાજિક માહોલ માં 14 વર્ષ ક્યારે નીકળી ગયા તે ખબર જ ન પડી અને હજુતો કિશોર અવસ્થામાં આવે તે પહેલાં જ બાજુ માં રહેતો એક પરણિત યુવક તેની સાથે મસ્તી કરવા લાગ્યો અને તેઓ ની મસ્તી મુગ્ધ કિશોરી ને ગમવા માંડી હતી અને થોડા જ દિવસો માં તે યુવકે માસૂમ કિશોરી ને પ્રપોઝ કરી પોતાની વાતો માં ભોળવી પ્રેમજાળ માં બરાબર ની ફસાવી હતી અને પછી તો આ કિશોરી અને યુવક ન મળે તો ચેન ન પડે તેવી સ્થિતિ ઉભી કરી પરણિત યુવકે કિશોરી ને પ્રેમ ના પાઠ ભણાવવા નું ચાલુ રાખ્યું હતું અને એક દિવસ બન્ને ઘરના સભ્યો ને આ કહેવાતા પ્રેમ સબંધો ની ખબર પડી જતા બન્ને એ ભાગી જવાનું નક્કી કરી કિશોરી એ ઘર છોડવાની ભૂલ કરી હતી અને બન્ને ભાગી મધ્યપ્રદેશ માં આવેલ યુવક ના મામા ના ઘરે પહોંચ્યા હતા ત્યાં ત્રણ મહિના સુધી એક રૂમ માં પરણિત યુવક માસૂમ કિશોરી ને પીંખતો રહ્યો અને કિશોરી સારા ભવિષ્ય ના સપના સાથે તેને પ્રેમ સમજતી રહી આજ દિવસો દરમ્યાન યુવક ની માતાનો ફોન આવે છે સાથે તેની પત્ની નો પણ ફોન આવે છે અને 5 મહિના ના તેના પુત્ર ની યાદ અપાવી બધા રડવા લાગતા યુવક ભાવુક બની જાય છે અને થોડીજ વાર માં પ્રેમનો નશો ઉતરી જાય છે અને કિશોરી ને લઈ સુરત જવા નીકળે છે આ સમયે કિશોરી ને ચાર મહિના ની ગર્ભ રહી ચુક્યો હતો જ્યારે સુરત યુવક ના ઘરે આવ્યા જ્યાં કિશોરી ને હેરાન કરવાનું ચાલુ કરતા કિશોરી એ સચિન જીઆઈડીસી પોલીસ માં ફરિયાદ કરતા આખરે યુવક ના ઘરવાળા તેને આશરો આપે છે અને પ્રસુતિ સમયે યુવક ના પિતા તેને સુરત સિવિલ માં છોડી જતા રહે છે જ્યાં કિશોરી ને પુત્ર નો જન્મ થાય છે.
અને થોડા દિવસો માજ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવે છે અને ખીલખીલાટ એમ્બ્યુલન્સ માં પોતાના પિયુ ના ઘરે પહોંચે છે ત્યારે બાળક નો પિતા અને પોતાનો પ્રેમી ઘર છોડીને પલાયન થઈ ગયા ની ખબર પડતાજ કિશોરી ભાંગી પડે છે અને ઘરવાળા એ ઘરમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેતા તે નવજાત શિશુ ને લઈ ફૂટપાથ ઉપર રહેવા મજબુર બની હતી અને હોસ્પિટલ માંથી આપવામાં આવેલા લાડુ ખાઈ આઠ દિવસ ફુટપાથ પર કાઢ્યા હતા ,કિશોરી હવે પોતાના ઘરે પણ જઈ શકે તેમ ન હતી કારણ કે જે દિવસે ઘર છોડ્યું તેજ દિવસે ઘરના સભ્યો એ તેની સાથે સંબંધો કાપી નાખ્યા હતા આખરે તેણે હિંમત કરી પોતાને છોડી ગયેલ યુવક અને તેના ઘરવાળા સામે સચિન જીઆઈડીસી પોલીસ મથક માં ગઈ હતી જ્યાં મદદ નહિ મળતા અઠવાલાઈન્સ મહિલા પોલીસ મથક માં પહોંચી હતી જ્યાં મદદ મળી હતી અને કિશોરી ના કહેવાતા સાસુ સહિત ના ઘરવાળા ને બોલાવ્યા હતા જ્યાં સમાધાન કરી મહિને 1500 રૂપિયા આપવાની વાત કરી જેવા પોલીસ મથક બહાર નીકળ્યા કે તરતજ તેઓ એ રંગ બદલ્યો અને એકપણ રૂપિયો નહિ આપવા નું કહી ચાલતી પકડતા આખરે ફરી એકવાર નિરાધાર બનેલી કિશોરી રોડ ઉપર આવી ગઈ હતી પણ પોતાની બહેન ને આ હાલત માં જોઈ સગા ભાઈ અને માતા દોડી આવ્યા હતા અને પોતાની લાડકી ની હાલત જોઈ ખુબજ રડ્યા હતા અને કિશોરી પણ પોતાની ભૂલ માટે પસ્તાતી હતી પરંતુ માં ઉપર બોજ બનવા માંગતી ન હોય ભાઈ એ અડાજણ માં એક રૂમ રાખી આપ્યો અને સિલાઈ મશીન લઈ આપતા તે કામ કરવા લાગી પણ કિસ્મતે ત્યાં પણ પીછો ન છોડ્યો અને તેના ફળીયા માં રહેતો અગાઉ નો બોય ફ્રેડ મળવા આવતા આસપાસ ના લોકો એ વિરોધ કરતા રૂમ ખાલી કરવી પડી અને ફરી એકવાર રસ્તા ઉપર આવી ગયેલી કિશોરી ને તેની એક બહેનપણી યાદ આવતા તેના ઘરે પહોંચી હતી ત્યાં 15 દિવસ આશ્રય લીધો અને પોતાના કારણે બહેનપણી ને તેના પરિવાર વાળા ઝગડો કરવા લાગતા આખરે તે પોતાના નશીબ ને દોષ દેતી પોતાના માસૂમ પુત્ર સાથે રોડ ઉપર નીકળી પડી અને આત્મહત્યા કરતા પહેલાં છેલ્લીવાર પોલીસ ની મદદ લેવા કોરોના ની સ્થિતિ માં પોલીસ મથકે આવી પોતાની આપવીતી કહેતા ચોધાર આંસુઓ એ રડતી હતી પોલીસે આ મુસ્લિમ કિશોરી ની આપવીતી જાણી તેના અને નાના બાળક ના કોરોના ટેસ્ટ લઈ નારી સંરક્ષણ ગૃહ સ્થિત સખી વનસ્ટોપ સેન્ટર માં આશરો અપાવ્યો હતો
આ છોટીસી લવ સ્ટોરી આજના ટીનેજર બાળકો માટે આંખ ઉઘડનારો કિસ્સો છે જેમાં હસતી ખેલતી દુનિયા બરબાદ થઈ જાય છે.