કોરોનાના વધતા જતા પ્રકોપને ભોગ કોંગ્રેસના નેતા બન્યા છે. કોંગ્રેસના નેતા બદ્દરૂદીન શેખનું આજ રોજ કોરોનાના કારણે નિધન થયું છે. છેલ્લા ધણા સમયથી તેઓ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. જો કે આજ રોજ તેમનું અવસાન થતા કોંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે.
અમદાવાદના વિપક્ષના નેતા બદ્દરૂદીન શેખનું અવસાન થતા કોંગ્રેસમાં ભય વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે ત્યારે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.