દુનિયાભરમાં કોરોના એ કાળો કેર મચાવ્યો છે અને ભારત દેશમાં કોરોનાની પોઝીટીવ ની સંખ્યા 27,890 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં 230, મધ્યપ્રદેશમાં 145, રાજસ્થાનમાં 102 સહિત 1600થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રના કુર્નૂલના સાંસદ ડો. સંજીવ કુમારના પરિવારના 6 સભ્યો સંક્રમિત છે. દિલ્હીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના 29 ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત સ્ટાફના 44 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલ્હી એઇમ્સની ચોથી નર્સનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ તેના બે બાળકોને પણ સંક્રમિત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, રવિવાર સાંજ સુધી 24 કલાકમાં 1975 નવા કેસ નોંધાયા હતા. દેશમાં 26,917 કોરોનાનાં દર્દી છે. જેમાંથી 2103ની સારવાર ચાલી રહી છે, 5914 સાજા થયા છે અને 826 લોકો મૃત્યુ પામ્યાં છે.આમ હવે કોરોના ની ઝપેટ માં ડોકટર , નર્સ અને મેડિકલ સ્ટાફ પણ આવતા ચિંતા પ્રસરી છે કોરોના ની કોઈ દવા નહિ હોવાથી તેની સારવાર માં મુશ્કેલીઓ આવી રહી છે.
