કોરોના ના કહેર વચ્ચે હાલ માં ચાલી રહેલા લોકડાઉન ની સ્થિતિમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ ના કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી. જેમાં તેઓએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય દ્વારા કરવામાં આવી રહેલા સામૂહિક પ્રયાસોની સકારાત્મક અસર અને લોકડાઉનનો પ્રભાવ અને તેનો ફાયદો દેશની જનતા ને મળ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારત અન્ય દેશોની સરખામણીમાં કોરોના ની સ્થિતિ એકંદરે કાબુ માં છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચામાં તેમના સૂચનો કર્યા હતા. કોરોના વાયરસ નિયંત્રણમાં રહે તે માટે દેશના કેટલાક રાજ્યો લોકડાઉનને 3 મે બાદ પણ ચાલુ રાખવાના પક્ષ માં જોવા મળ્યા હતા
કોરોના વાયરસને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 27,892 પર પહોંચી છે. જેમાંથી 872 લોકોના મોત થયા છે અને 6184 લોકો સાજા થઈ ગયા છે.
દેશમાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 20,835 છે. 8068 સંક્રમિતો સાથે મહારાષ્ટ્ર પ્રથમ, 3301 સંક્રમિતો સાથે ગુજરાત બીજા અને 2918 સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા નંબર પર છે.આમ બેઠક દરમ્યાન દરેક રાજ્યો ની કરન્ટ સ્થિતિ અને હવે પછી ની રણનીતિ અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ હતી, કોન્ફરન્સમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત પશ્ચિમ બંગાળના મમતા બેનરજી, આંધ્રપ્રદેશના જગનમોહન રેડ્ડી અને તેલંગાણાના ચંદ્રશેખર રાવ સહિત ઘણાં રાજ્યોના સીએમ મોદી સાથે જોડાયા હતા. કેરળના મુખ્યમંત્રી પી વિજયન વતી રાજ્યના મુખ્ય સચિવ સામેલ થયા હતા. કેરળે લેખિતમાં તેમના સૂચનો કેન્દ્રને મોકલી દીધા છે. કોરોના મહામારી પર મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની આ ચોથી પ્રેસ કોન્ફરન્સ થઈ છે.
લોકડાઉનનો બીજો તબક્કો 3જી મેના રોજ પૂરો થવાનો છે. આ પહેલાં અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર 20 અને 25 એપ્રિલ બે વાર લોકડાઉનમાં છૂટ આપી ચૂકી છે. જોકે ક્યાં ક્યાં દુકાનો ખોલવામાં આવશે અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવશે તે નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે. જોકે લોકડાઉન અંગે હાલ ની સ્થિતિ ને ધ્યાને લઇ કોઈ ખાસ નિર્ણય લેવાયો નહતો
