અમદાવાદ માં કોરોના કાબુ બહાર છે અને જે આંકડા બહાર આવી રહ્યા છે તે ચોંકાવનારા છે કોરોના કેપિટલ બની ગયેલા અમદાવાદ માં સૌથી ગંભીર બાબત એ છે કે, સૌથી વધુ કેસ હોટસ્પોટ દરિયાપુર, જમાલપુર, શાહપુર, ખાડિયા, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાંથી મળ્યા હતા. એટલે જ આ છ વોર્ડને કન્ટેનમેન્ટ વોર્ડ પણ જાહેર કરી દેવાયા છે પરંતુ છેલ્લા બે દિવસથી જે નવા મળેલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે શહેરના અન્ય વિસ્તારોમાંથી આવ્યા છે. હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ચેપ શહેરભરમાં પ્રસર્યો હોવાના કારણે હવે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારોમાં કેસ નોંધાઇ રહ્યા છે આગામી દિવસોમાં હવે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના હોટસ્પોટ વોર્ડ કરતા અન્ય વોર્ડમાંથી વધુ કેસ મળી શકવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. શહેરના કુલ પોઝિટિવ કેસમાંથી અત્યારસુધી મધ્ય ઝોનના ખાડિયા, જમાલપુર, દરિયાપુર અને શાહપુર આ ચાર વોર્ડમાંથી 60 થી 70 ટકા પોઝિટિવ કેસ મળતા હતા જે હવે 37 થી 39 ટકા સુધી પહોંચી ગયા છે. એટલે કે અહીં 30 ટકા જેટલો ઘટાડો થયો છે પરંતુ તેની તુલનામાં અન્ય વિસ્તારોમાં કેસ વધુ મળી રહ્યાં છે. 25 એપ્રિલે કુલ 182માંથી 94 કેસ એટલે કે 51 ટકા કેસ હોટસ્પોટ બહારના હતા. 27મીએ કુલ 197માંથી 156 કેસ એટલે કે 80 ટકા કેસ હોટસ્પોટ બહારના છે.આમ અમદાવાદ માં અન્ય વિસ્તારોમાં કોરોના એ પગપેસારો કરતા તંત્ર નું ટેંશન વધી ગયું છે.
